વર્લ્ડ

ટ્રમ્પે અમેરિકા માટે ગણાવ્યો કાળો દિવસ; કહ્યું- ‘આપણે એક દેશના રૂપમાં કરી રહ્યાં છીએ અધોગતિ’

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર જો બાઈડેનના પ્રશાસનનો કાનૂની પંજો કસાતો નજરે આવી રહ્યો છે. ગુપ્ત દસ્તાવેજ રાખવાના કેસમાં તેમણે આરોપી બનાવવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું કે, તેમને ઓફિસ છોડવા પછી ગુપ્ત દસ્તાવેજો રાખવાના કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ ટ્રમ્પ માટે સૌથી ગંભીર કાયદાકીય ખતરો છે. જોકે, હાલમાં અમેરિકન ન્યાય વિભાગે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનિય છે કે, ટ્મ્પ એક વખત ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની રેસમાં સામેલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વીડિયો સંદેશમાં કહ્યું, મેં આની ક્યારેય કલ્પના કરી નહતી કે અમેરિકામાં એક લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ સાથે આવું કંઇ થઈ શકે છે. ભ્રષ્ટ બાઈડેન પ્રશાસને મારા વકીલોને જણાવ્યું કે મારા પર અભિયોગ લગાવવામાં આવ્યો છે. આને અમેરિકાના ઇતિહાસમાં કાળા દિવસના રૂપમાં દેખવું જોઈએ. આપણે એક દેશના રૂપમાં ખુબ જ ઝડપી નીચે જઈ રહ્યાં છીએ, પરંતુ આપણે મળીને એક વખત ફરીથી અમેરિકાને મહાન બનાવીશું.

તેમણે કહ્યું, મેં કોઈ જ અપરાધ કર્યો નથી. હું નિર્દોષ છું. પાછલા લગભગ અઢી વર્ષથી આ કેસની તપાસ ચાલી રહી છે પરંતુ કંઇ જ સામે આવ્યું નથી. આગામી કેટલાક વર્ષો સુધી પણ તપાસ થશે તો પણ કંઇ જ મળશે નહીં. આ બધું પ્રાયોજિત છે, હું ભૂલથી દસ્તાવેજોને લઈ ગયો હતો. અસલમાં તેમને ખ્યાલ છે કે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હું આગળ ચાલી રહ્યું છું. હું વિપક્ષને હરાવી શકું છું. તેથી આ બધુ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આ એક એવો કેસ છે જે ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ ફોજદારી આરોપોનો સામનો કરનાર પ્રથમ યુએસ પ્રમુખ બની ગયા છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ સામે આ એકમાત્ર કાનૂની કેસ નથી જે તેમના વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાનું સ્વપ્ન તોડી શકે. ટ્રમ્પ પર પહેલાથી જ માર્ચમાં ન્યૂયોર્કમાં એક પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે ગુપ્ત રીતે પૈસા ચૂકવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.જેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો- શું બીજેપી 2024 માટે નવા પાર્ટનરની શોધમાં છે? કોંગ્રેસની શું છે તૈયારી?

ઓગસ્ટ 2022માં FBIએ સર્ચ વોરંટ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એફબીઆઈને ગોપનીય દસ્તાવેજો મળ્યા હતા. ટ્રમ્પે જાન્યુઆરી 2022માં સત્તાવાળાઓને સોંપેલા રેકોર્ડની સમીક્ષા સાથે દરોડાની શરૂઆત થઈ હતી. 15 બોક્સમાંથી ગોપનીય, ગુપ્ત અથવા ટોપ સિક્રેટ તરીકે ચિહ્નિત કરાયેલા 184 દસ્તાવેજો સહિત રાષ્ટ્રીય સંરક્ષણની માહિતી મળ્યા બાદ ન્યાય વિભાગે તપાસ શરૂ કરી હતી.

આ કેસમાં કયા આરોપો દાખલ થઈ શકે છે તે હજુ સ્પષ્ટ થયું નથી. એટર્ની જનરલ મેરિક ગારલેન્ડ દ્વારા નિયુક્ત સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથ, વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ટ્રમ્પે તેમના માર-એ-લાગોના ઘરે રાખેલા વર્ગીકૃત દસ્તાવેજો સાથે સંકળાયેલા કેસની તપાસ કરી રહ્યા હતા.

પોર્ન સ્ટાર ડેનિયલ્સને મૌન રાખવાનો કેસ

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ નહતા ત્યારે જ તેમના પર ફોજદારી ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે ગત રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પોર્ન સ્ટાર ડેનિયલ્સને તેના અફેર વિશે કોઈને ન જણાવવા માટે ગુપ્ત રીતે પૈસા આપ્યા હતા. પ્રમુખપદની ઝુંબેશના અંતે ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને ડેનિયલ્સને તેના મૌન બદલ $130,000 ચૂકવવાની વ્યવસ્થા કરી હોવાનો આરોપ છે. અમેરિકન મીડિયાએ આ સમાચારનો પર્દાફાશ કર્યો ત્યાર બાદ કોહેને સરકારી વકીલને સહકાર આપ્યો હતો. 2018 માં તેણે ટેક્સ અને બેંક છેતરપિંડી સહિત ફેડરલ ઝુંબેશ ફાઇનાન્સ કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ આરોપની કબૂલાત કરી લીધી હતી. કોહેને જુબાની આપી હતી કે ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને કોહેનને ડેનિયલ્સને ચૂકવવા માટે પૈસા આપ્યા હતા.

કેપિટોલ હિલ હિંસા કેસ

વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલ બિલ્ડીંગ (યુએસ પાર્લામેન્ટ હાઉસ)ના પરિસરની બહાર 6 જાન્યુઆરી, 2021ના રોજ થયેલી હિંસા માટે ડોનાલ્ડ ટ્રમ્પને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલાની તપાસ કરતી વિશેષ પસંદગી સમિતિએ ડિસેમ્બર 2022માં અંતિમ સુનાવણી હાથ ધરી હતી. તપાસ પેનલના ઉપાધ્યક્ષ લિઝ ચેનીએ જણાવ્યું હતું કે પુરાવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોર નૈતિક નિષ્ફળતા તરફ નિર્દેશ કરે છે. કેપિટોલ હિલની ઘટના માટે ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની પેનલે ફેડરલ પ્રોસિક્યુટર્સને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કેપિટોલ હુમલામાં તેમની ભૂમિકા માટે અવરોધ અને રાજદ્રોહનો આરોપ મૂકવા જણાવ્યું હતું.

આ પણ વાંચો- બિપરજોયની અસર: અલંગ દરિયાના ઘૂઘવાટા અને પવનોના સૂસવાટા શરૂ; 28 ગામો એલર્ટ પર

Back to top button