ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Truecallerની નવી એપ લોંચ, જાણો-શું છે તેના ફાયદા ?

Text To Speech

Truecaller એપના યુઝર્સ માટે સારા સમાચાર છે. Truecaller એ નવી એપ લોન્ચ કરી છે. તેનું નામ ‘Open Doors’ છે, જે રિયલ ટાઈમ ઓડિયો ચેટ એપ છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપના યુઝર્સ માત્ર એક ક્લિક પછી આ નવી એપનો ઉપયોગ કરી શકશે, જો કે આ માટે OTPનો ઉપયોગ કરવો પડશે. સ્ટોકહોમ અને ભારતની વિશેષ ટીમ દ્વારા સાથે મળીને કામ કર્યા બાદ આ એપ તૈયાર કરવામાં આવી છે.

‘Open Doors’માં કેવી રીતે સાઇન ઈન કરવું ?

ઓપન ડોર્સ પર ઓનબોર્ડિંગની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો તમે પહેલાથી જ Truecallerનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે માત્ર એક ટેપથી સાઇન-ઇન કરી શકો છો. જો તમે Truecallerનો ઉપયોગ કરતા નથી, તો માત્ર તમારો ફોન નંબર જ મિસ્ડ કોલ અથવા OTP દ્વારા વેરિફાઈ કરવામાં આવશે. આ એપ્લિકેશનને ફક્ત બે વસ્તુઓ માટે કોન્ટેક્ટ લિસ્ટ અને બીજી ફોન પરમિશન માટે પરવાનગી જરૂર છે.

‘Open Doors’ની ખાસિયત

આ એપ દ્વારા વાત કરતા લોકો એકબીજાનો નંબર જોઈ શકશે નહીં. આ એપ અંગ્રેજી, હિન્દી, સ્પેનિશ, લેટિન અને ફ્રેન્ચ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

Open Doors app

જો જોવામાં આવે તો, Truecaller’s Open Doors એપ એક નવી ઓડિયો એપ છે, જે સીધી ક્લબહાઉસ એપ સાથે સ્પર્ધા કરે છે. આ એપમાં મિત્રોને ક્લબહાઉસની જેમ વાત કરવા માટે આમંત્રિત કરવાના હોય છે. આમંત્રણ મોકલ્યા પછી, લોકોને એક સૂચના મળશે. આમાં તમે એક સાથે અનેક લોકો સાથે કનેક્ટ થઈ શકો છો. કંપનીના દાવા મુજબ, આ એપમાં લોકોની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે તેનો ડેટા ક્યારેય સ્ટોર કરવામાં આવશે નહીં. જે બાકીની એપની સરખામણીમાં સુરક્ષાની દ્રષ્ટિએ સારી પહેલ છે.

Back to top button