ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડિયન રાજદ્વારીઓને હટાવવા પર ટ્રુડોએ ભારત પર નિશાન સાધ્યું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન રાજદ્વારીઓને હટાવવા પર ભારત પર નિશાન સાધ્યું છે. કેનેડાના વડાપ્રધાને તો ત્યાં સુધી કહ્યું કે ભારતે તેમને દબાણ કર્યું છે. સરકારના આ નિર્ણયને કારણે બંને દેશોના લાખો લોકોનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. કેનેડાએ નવી દિલ્હીમાંથી 41 રાજદ્વારીઓને હટાવવાના નિર્ણયના એક દિવસ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે મુદ્દો ઉઠાવ્યો હતો.

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂકવામાં આવ્યો હતો. જેથી બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. જેને પગલે બંને દેશો દ્વારા એકબીજાના રાજદ્વારીઓને છૂટ્ટા કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતના આદેશને કારણે કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે રાજદ્વારીઓને બોલાવવાની માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતનું આ પગલું અયોગ્ય છે.

ભારતે અગાઉથી આ અંગે જાણકારી આપી હતી

કેનેડાનું કહેવું છે કે તેને ભારતમાંથી તેના રાજદ્વારીઓને હટાવવા પર મજબૂર કરાયા હતા. ભારતે ધમકી આપી હતી કે તે આ રાજદ્વારીઓનો સત્તાવાર દરજ્જો હટાવી દેશે. કેનેડાના આરોપોને પાયાવિહોણાં ગણાવતા ભારતે કહ્યું કે અહીંયા કોઈ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરાયું નથી. PM ટ્રુડોએ કહ્યું- ભારત કૂટનીતિના મૂળ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરીને લાખો લોકોના જીવનને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે.  હું એવા કેનેડિયનો વિશે સૌથી વધુ ચિંતિત છું જેમનું ભારતીય મહાદ્વીપથી જોડાયેલુું છે. ટ્રુડોએ કહ્યું કે ભારતમાંથી કેટલાક કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાથી મુસાફરી અને વેપાર જેવી બાબતોમાં સમસ્યા ઊભી થશે.

કેનેડાએ કહ્યું કે તે મનસ્વી છે

એક રિપોર્ટ અનુસાર, કેનેડિયન પક્ષ સાથે પરામર્શ કરીને કેનેડિયન રાજદ્વારીઓની યાદી સહિત અમલીકરણની વિગતો અને મોડલ પર કામ કરવામાં આવી રહ્યું હતું. તેમને રાજદ્વારી પ્રતિરક્ષા અને વિશેષાધિકારો આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેનેડા દ્વારા તેને મનસ્વી અને રાતોરાત નિર્ણય તરીકે દર્શાવવાનો પ્રયાસ હકીકતમાં ખોટો છે. કેનેડાએ ઘણા ભારતીય શહેરોમાં વાણિજ્ય દૂતાવાસમાં વ્યક્તિગત કામગીરી પણ સ્થગિત કરી દીધી છે. વિઝા પ્રક્રિયામાં વિલંબ અંગે પણ ચેતવણી આપી છે. આનાથી બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈના કોન્સ્યુલેટ્સને અસર થશે.

એક મહિનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા મહિને આરોપ મૂક્યો હતો કે બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને 45 વર્ષીય ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સંડોવાયેલા હતા ત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો. ટુડોના આ આરોપો પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.

આ પણ વાંચો: ‘જો 7 દિવસમાં 41 કેનેડિયન રાજદ્વારીઓ ભારત નહીં છોડે તો…’, મોદી સરકારે ટ્રુડોને આપ્યું અલ્ટીમેટમ

Back to top button