નેશનલ

પંજાબમાં પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને ટ્રકે અડફેટે લીધા, 8ના મોત, અનેક ઘાયલ

Text To Speech
  •  પંજાબમાં ગઈકાલે મોડી રાત્રે  ગંભીર અકસ્માત 
  • અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
  • અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર

પંજાબમાં ગઈકાલે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. આ શ્રદ્ધાળુઓ ગુરુ રવિદાસના પવિત્ર સ્થાન શ્રી ખુરાલગઢ સાહિબ ખાતે વૈશાખીની ઉજવણી કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા આ દરમિયાન તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.

ટ્રકે શ્રદ્ધાળુઓને અડફેટે લીધા

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ કાલે મોડી રાત્રે લગભગ 50 શ્રદ્ધાળુઓ ગઢશંકર વૈશાખી મેળામાં ભાગ લેવા માટે ચરણ છો ગંગા તરફ પગપાળા જઈ રહ્યા હતા.તે દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે તેઓને કચડી નાખ્યા હતા.આ અકસ્માતમાં પાંચ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

તમામ મૃતકો યુપીના રહેવાસી

અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભક્તો એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ મૃતક ભક્તો યુપીના મુઝફ્ફરનગરના છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, પોલીસ ફરાર ટ્રક ટ્રાઈવરની શોધખોળ કરી રહી છે.

રસ્તાઓની હાલત ખરાબ હોવાથી અકસ્માતની ઘટના

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગંઢશંકરના રસ્તાઓની હાલત સારી નથી જેના કારણે માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. ગઢશંકર નાંગલ તરફ જતા રોડનું ઘણા સમયથી મરામત કરવામાં આવ્યું નથી. લોકોનું કહેવું છે કે એક તો રોડની હાલત ખરાબ છે અને બીજું રોડ પર તીવ્ર વળાંકો અને ઉતાર-ચઢાવના કારણે વાહનચાલકો વાહનો પરનો કાબૂ ગુમાવી દે છે અને વાહનો પલટી જાય છે.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુરત કોર્ટમાં આજે સુનાવણી

Back to top button