ઉત્તર ગુજરાતગુજરાત

સાંતલપુર હાઈવે પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો, રોડ પર વાહનોની કતારો લાગી

Text To Speech

પાટણ, 5 ડિસેમ્બર 2023: (Patan News)ઉત્તર ગુજરાતમાં પાટણ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરતાં રોડ પર વાહનોની કતારો લાગી છે. (Truck Driver) ટ્રક ડ્રાઈવરોએ આક્ષેપ કર્યો છે કે,સાંતલપુર હાઈવે પર પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે.(Highway block)ચક્કાજામ દરમિયાન એક ટ્રક ડ્રાઈવરે ડિઝલ છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કરતાં અન્ય ડ્રાઈવરોએ તેને રોકી લીધો હોવાની ઘટનાની વિગતો પ્રાપ્ત થઈ છે.

ટ્રક ડ્રાઈવરોએ પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટણ જિલ્લામાં ટ્રક ડ્રાઈવરો દ્વારા સાંતલપુર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ ચક્કાજામના કારણે હાઈવે બ્લોક થઈ જતાં રોડ પર અન્ય વાહનોની લાંબી કતારો લાગી છે. ટ્રક ડ્રાઈવરોએ એવો આરોપ લગાવ્યો છે કે,પીપરાળા ચેકપોસ્ટ નજીક સાંતલપુર પોલીસ વારંવાર ખોટી રીતે હેરાન કરે છે. ડ્રાઈવરોએ પોલીસ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યાં હતાં. આ દરમિયાન એક ડ્રાઈવરે પોતાની પર ડિઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં અન્ય લોકોએ તેને રોકી લીધો હતો.

આ પણ વાંચોઃ પાલનપુર : ડીસામાં રૂ. 2.16 કરોડના ખર્ચે બનશે તાલુકા પંચાયતનું નવું બિલ્ડીંગ

Back to top button