ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ટ્રકે દૂર સુધી બે યુવકોને ઢસડ્યા! મદદ માટે બૂમો પાડતો રહ્યો વ્યક્તિ, જૂઓ દંગ કરનારો આ વીડિયો

આગ્રા, 24 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાઇક રસ્તા પર ચાલી રહેલી ટ્રક નીચે ફસાયેલી છે અને બાઇક સવાર બે વ્યક્તિ પણ ફસાયેલા જોવા મળે છે. જેમાંથી એક વ્યક્તિ મદદ માટે બૂમો પાડી રહ્યો છે. ટ્રકના આગળના વ્હીલથી તે વ્યક્તિનું અંતર માત્ર થોડા સેન્ટિમીટર જ છે. આ ઘટના આગરા હાઇવે પર બની હતી.

આ વ્યક્તિની ઓળખ ઝાકિર તરીકે થઈ છે. તે એક બાઇક સવારને તેની મદદ કરવા કહે છે. જો કે આ દરમિયાન ટ્રકની સ્પીડ સતત વધી રહી હોવાનું દેખાઈ છે. આ 36 સેકન્ડની ક્લિપ છે. ચાલતી ટ્રકની નીચે અન્ય એક વ્યક્તિ પણ ફસાયેલો હતો.

જૂઓ આ દંગ કરનારો વીડિયો

 

અમે બૂમો પાડી, પરંતુ તેણે ટ્રક રોકી નહીં: પીડિત

બે પીડિતોમાંથી એક ઝાકિરે હોસ્પિટલમાં કહ્યું કે, “અમે ખૂબ બૂમો પાડી, પરંતુ તેણે(ડ્રાઇવરે) ટ્રક રોકી નહીં, તે અમને ઠસડીને લઈ ગયો.” તેના ચહેરા પર ઈજાના નિશાન છે.

ઝાકિરે કહ્યું કે, “અમે રાત્રિભોજન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે અમે એક ટ્રક પાસેથી પસાર થયા, ત્યારે ટ્રક એક્સિલરેટર સાથે અથડાઈ. અમારી બાઇક તેની નીચે ફસાઈ ગઈ અને અમારો પગ પણ ફસાઈ ગયો.”

ટોળાએ આરોપી ટ્રક ચાલકને માર માર્યો

હાઈવે પરના અન્ય વાહન ચાલકોએ આખરે ઓવરટેક કરીને ટ્રકને રોકી હતી. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. અન્ય ક્લિપમાં લોકોનું ટોળું ડ્રાઈવરને માર મારતા જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો તેને લાત મારી રહ્યા છે તો કેટલાક તેને ચપ્પલ વડે માર મારી રહ્યા છે. પોલીસે કહ્યું કે, ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

આ પછી ભીડ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે ટ્રકને ધક્કો મારતા જોવા મળે છે. વીડિયોમાં લોહીથી લથબથ જમીન પણ જોઈ શકાય છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, “સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિને ટ્રક દ્વારા લાંબા અંતર સુધી ખેંચવામાં આવી રહ્યો છે. ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિ જેને ખેંચવામાં આવી રહ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.”

Back to top button