ટોપ ન્યૂઝનેશનલ

નાસિકમાં ટ્રક અને બસમાં અથડામણ થતા બસમાં આગ લાગી, 11ના મોત અને 30 ઘાયલ

Text To Speech

નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક રોડ અકસ્માત થયો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જે બાદ બસમાં આગ લાગી હતી. આ રોડ અકસ્માતમાં 11 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી.

બસમાં અમારી સામે લોકો સળગતા હતા, પણ…

જણાવવામાં આવી રહ્યું છે કે, બસે ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માતના એક સાક્ષીએ કહ્યું, ‘આ અકસ્માત મારા ઘરની સામે થયો હતો. ટ્રક અહીં ઉભી હતી, ટક્કર બાદ બસમાં આગ લાગી હતી. બસ સંપૂર્ણ આગનો ગોળો બની ગઈ હતી. આવી સ્થિતિમાં ઘણા લોકોને બસમાંથી બહાર નીકળવાની તક મળી ન હતી. આગ એટલી વિકરાળ હતી કે અમે સામે ઊભા હતા, પણ કંઈ કરી શક્યા નહીં. થોડીવાર બાદ પોલીસ અને ફાયર બ્રિગેડે આવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

બસ કન્ટેનર સાથે અથડાઈ હતી

માર્ગ અકસ્માત અંગે નાશિક પોલીસે આપેલી માહિતી મુજબ, અકસ્માત શનિવારે સવારે લગભગ 5 વાગ્યે ઔરંગાબાદ રોડ પર થયો હતો. એક ખાનગી બસ કન્ટેનર સાથે અથડાઈ હતી, જે બાદ બસમાં આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે, તેમણે કહ્યું કે મૃત્યુઆંક વધવાની આશંકા છે, કારણ કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

આ પણ વાંચો : Land For Job કૌભાંડમાં લાલુ યાદવ સામે ચાર્જશીટ દાખલ

પોલીસ અકસ્માત અંગે તપાસ કરી રહી છે

જોકે, હજુ એ સ્પષ્ટ થયું નથી કે નાસિક રોડ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો બસ સવાર હતા કે કન્ટેનરમાં બેઠેલા લોકો. તે જ સમયે, ઉત્તર પ્રદેશના ગજરૌલામાં દિલ્હી-લખનૌ નેશનલ હાઈવે પર એક ટ્રક અને રોડવેઝ બસ વચ્ચે ટક્કર થઈ હતી. જાણવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત હાઈવે પર કનકથેર ગામ પાસે થયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 11 લોકોના મોત થયા છે અને જયારે 31 લોકો ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે વિસ્તારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ રોડ પર ભારે જામ સર્જાયો હતો, પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવ્યા હતા જેથી વાહનવ્યવહાર ફરી શરુ થાય.

Back to top button