

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એક અભિનેત્રીના મૃત્યુથી બધાને આઘાત લાગ્યો છે. ઉભરતી અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપા તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પોલીસને તેનો મૃતદેહ તેના ઘરના રૂમમાંથી લટકતો મળી આવ્યો હતો. દીપાના મૃત્યુથી તમિલ ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપા તેની લવ લાઈફને લઈને ચિંતિત હતી અને તેમના સંબંધોમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. તાજેતરમાં, ગીતકાર કાલિબનની પુત્રી થુરીગાઈએ પણ આત્મહત્યા કરી હતી. થુરીગાઈના માતા-પિતા ઈચ્છતા હતા કે તે લગ્ન કરે પરંતુ તે તેના માટે તૈયાર ન હતી. જે બાદ તેણે પોતાનો જીવ આપ્યો.

દીપા સંબંધમાં નારાજ હતી
દીપા માત્ર 29 વર્ષની હતી. ફિલ્મી દુનિયામાં તેની કારકિર્દી ધીરે ધીરે આગળ વધી રહી હતી પરંતુ તેની લવ લાઈફમાં બધુ ઠીક ન હતું. પોલીસ તેના અંગત જીવનના આ એંગલથી પણ તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક પુરુષના પ્રેમમાં હતી પરંતુ તેને રિલેશનશિપમાં મુશ્કેલી આવી રહી હતી અને અંતે તેણે પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને કારણો શોધી રહી છે.
મૃત્યુ અંગે મિત્રએ પોલીસને જાણ કરી
દીપા ચેન્નાઈના વિરુગમ્બક્કમ મલ્લિકાઈ એવન્યુમાં રહેતી હતી. તેના સંબંધીએ તેને ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ તેનો મિત્ર પ્રભાકર તેના ઘરે પહોંચ્યો હતો અને મોતની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આ ફિલ્મોમાં કામ કર્યું
દીપાએ આ વર્ષે રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘વૈધા’માં કામ કર્યું હતું. આ સિવાય તેણે સુપરહિટ થ્રિલર થુપ્પરીવલનમાં નાનો રોલ કર્યો હતો. દીપાના ખાતામાં બીજા ઘણા પ્રોજેક્ટ હતા પરંતુ તે પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
આ પણ વાંચો : મોહાલી યુનિ.ની વિદ્યાર્થીનીઓના વીડિયો વાયરલ કરનાર શખ્સ શિમલાથી ઝડપાયો