ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ
પેટની ગરમીથી છો પરેશાન? જાણો લક્ષણો અને આ રીતે કરો ઇલાજ
- ગરમીમાં વધે છે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ
- પેટમાં દુખાવો કે બળતરા થાય ત્યારે અસહજતા અનુભવાય છે
- પેટમાં ગરમીના લીધે જ ગેસ કે એસિડીટી થાય છે
ગરમીના દિવસોમાં પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થવી ખૂબ સામાન્ય છે. જેમ જેમ શરીરનું તાપમાન વધે છે તેમ તેમ તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનો અનુભવ કરો છો. આ કારણે દરેક વ્યક્તિએ ખુબ જ અસહજતાનો સામનો કરવો પડે છે. પેટમાં દુખાવો, બળતરા જેવી સમસ્યાઓ જોવા મળે છે. કેટલાક લોકો સમજી શકતા નથી કે આવું કેમ થઇ રહ્યુ છે. આવી સ્થિતિ ત્યારે ઉત્પન્ન થતી હોય છે જયારે પેટની ગરમી વધી જાય છે. જ્યારે પેટમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે ત્યારે આવા અનેક લક્ષણો જોવા મળે છે.
જાણો લક્ષણો વિશે
- પેટમાં ગેસ
- બળતરા
- બ્લોટિંગ
- ઉલ્ટી
- ભુખ ઓછી લાગવી
- પેટમાં દુખાવો
- પેટમાં ચુંક આવવી
- ઝાડા
શા કારણે વધી જાય છે ગરમી?
- પાણી ઓછુ પીવું
- વધુ પડતુ નોનવેજ ખાવુ
- વધુ મસાલેદાર ભોજન ખાવુ
- તળેલુ વધુ ખાવુ
- ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન
- હાઇપાવરની દવાઓનું સેવન
- લાંબા સમય સુધી ભુખ્યા રહેવુ
- ચા-કોફી વધુ પીવા
પેટની ગરમીના આ છે ઇલાજ
- ઠંડી તાસીરવાળા ફ્રુટ્સ ખાવ
- ખૂબ પાણી પીવો
- સીઝનલ ફ્રુટ્સ જ્યુસ પીવો
- કેળા, ખીરા, દહીંનુ સેવન
- મસાલેદાર ખોરાકથી બચો
- વરિયાળીનું પાણી પીવો
- સમસ્યા વધુ હોય તો ડોક્ટરને બતાવો
- એલોવીરા જ્યુસ પણ પી શકો
- નારિયેળ પાણીનું સેવન કરો
- આંબળાનો રસ પેટની ગરમીને દુર કરશે
- ફુદીનાનો રસ પણ પેટની ગરમીને દુર કરશે.
આ પણ વાંચોઃ બિપાસા-કરણે આ રીતે સેલિબ્રેટ કરી 7મી વેડિંગ એનિવર્સરીઃ અભિનેત્રીએ શેર કર્યો વીડિયો