ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ગરોળીથી પરેશાન છો? કિચનમાં રહેલી આ વસ્તુઓથી ભાગી જશે દુર

Text To Speech
  • દરેક ગરોળી ઝેરી નથી હોતી પણ તેની સુગ ચડે છે
  • ગરોળીને મારવાના સ્પ્રે હાર્ડ હોય છે
  • ડુંગળી કે લસણની વાસ ગરોળીને ગમતી નથી

ગરોળીને જોતા જ લોકોની ચીસ પડી જતી હોય છે. આ નાનકડા જીવથી ડર પણ એટલે લાગે છે, કેમકે ક્યારે કોની પર પડી જાય તેનો કોઇ ભરોસો હોતો નથી. સાથે સાથે ક્યારેક ક્યારેક તમને બટકુ પણ ભરી શકે છે. ઘરમાં મળી આવતી બધી ગરોળી ઝેરી હોતી નથી, પરંતુ ડર તો બધાને લાગે છે. ઘણાને તેને જોઇને સુગ પણ ચડે છે. ઘરમાંથી ગરોળીને દુર ભગાવવી હોય તો કિચનમાં રહેલી કેટલીક વસ્તુઓ તમારી મદદ કરશે.

આમ તો બજારમાં ગરોળીને મારવા માટેના સ્પ્રે મળતા હોય છે, પરંતુ તે ખુબ જ હાર્ડ કેમિકલ્સથી બનેલા હોય છે. તેના ઉપયોગથી હેલ્થ પર ખરાબ અસર પડે છે. કિચનની આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ગરોળીને ભગાડી શકો છો.

ગરોળીથી પરેશાન છો? કિચનમાં રહેલી આ વસ્તુઓથી ભાગી જશે દુર hum dekhenge news

લસણ-ડુંગળીથી ભગાડો ગરોળી

લસણની તીવ્ર વાસના લીધે નાના જંતુઓમાંથી છુટકારો મેળવી શકાય છે. તે ગરોળી ભગાવવામાં કારગત માનવામાં આવે છે. લસણને ક્રશ કરીને પાણીમાં ઉકાળીને સ્પ્રે બોટલમાં નાંખીને ગરોળી હોય તેવી જગ્યાઓએ છાંટી દો. તમે ત્યાં લસણની કળીઓ પણ રાખી શકો છો. આ ઉપરાંત તમે લાલ મરચુ અને ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ગરોળી આવતી હોય ત્યાં ડુંગળી કાપીને રાખી દો અથવા તેના પાણીનો પણ સ્પ્રે બનાવી દો. ગરોળી 100 ટકા ભાગી જશે

ગરોળીથી પરેશાન છો? કિચનમાં રહેલી આ વસ્તુઓથી ભાગી જશે દુર hum dekhenge news

ઇંડાની છાલ

ઇંડાની છાલ બહુ કામની હોય છે. એવું કહેવાય છે કે ગરોળી ઇંડાની છાલની ગંધ સહન કરી શકતી નથી. આવા સંજોગોમાં ઇંડાની છાલ એવા ખુણાઓમાં રાખી દો જ્યાં ગરોળી બહુ આવતી હોય.

મરીથી ગરોળી ઘરની બહાર

ઘરમાંથી હંમેશા માટે ગરોળીને બહાર કાઢવા માટે કાળા મરીના પાણીનો ઉપયોગ કરો. એક ચમચી કાળા મરીના પાવડરને પાણીમાં ભેળવી દો અને એ જગ્યાઓ પર નાંખી દો જ્યાં સામાન્ય રીતે ગરોળી આવતી હોય.

આ પણ વાંચોઃ સ્ક્રીન પર વધુ સમય વીતાવો છો? તો જાણી લો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ વિશે

Back to top button