ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદની સીઝનમાં ખાંસી કરી રહી છે પરેશાન? આ ટિપ્સથી મેળવો રાહત

Text To Speech
  • ચોમાસાની શરૂઆત સાથે જ શરદી-ઉધરસ વધી જાય છે
  • દવાઓનો પ્રયોગ કરવાની સાથે અમુક વસ્તુઓનુ સેવન છોડો
  • દહીં આરોગ્ય માટે ફાયદાકારક, પણ ખાંસી વધારી શકે

ચોમાસાની શરૂઆત થવાની સાથે જ તાપમાનમાં ઝડપથી પરિવર્તન આવવા લાગે છે. તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. આ કારણે તમને શરદી-ઉધરસની સમસ્યા થવા લાગે છે. આપણે ખૂબ પરેશાન થઇ જઇએ છીએ. ઘણી વખત તો એવુ પણ બને છે કે શરદી-ખાંસી જાણે આપણો પીછો છોડતી નથી. આપણે અનેક પ્રકારની દવાઓનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણી-પીણી પર ધ્યાન આપતા નથી. આજે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં કેવા પ્રકારનો ખોરાક ન ખાવો જોઇએ.

ખાંસી થાય તો આ વસ્તુઓનું સેવન ન કરો

ખાંસીનું મોટુ કારણ સંક્રમણ (infection) હોય છે. આવા સંજોગોમાં આપણે તમામ દવાઓનું સેવન તો કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીનું ધ્યાન રાખતા નથી. કંઇ પણ ઠંડુ કે ગરમ ખાવા પીવા લાગીએ છીએ. આમ કરવાથી આપણા ગળામાં કફનું પ્રમાણ વધી જાય છે. આપણે કેટલાક ફુડ ખાવાથી બચવુ જોઇએ.

 વરસાદની સીઝનમાં ખાંસી કરી રહી છે પરેશાન? આ ટિપ્સથી મેળવો રાહત hum dekhenge news

દહીં

દહીંનુ સેવન આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે, તેના સેવનથી ડાઇજેશન યોગ્ય રહે છે અને કબજિયાત કે ગેસની સમસ્યા થતી નથી, પરંતુ ખાંસી થાય ત્યારે દહીં ખાવાથી બચવુ જોઇએ. તે કફને વધારી શકે છે, કેમકે દહીંની તાસીર ઠંડી હોય છે.

 વરસાદની સીઝનમાં ખાંસી કરી રહી છે પરેશાન? આ ટિપ્સથી મેળવો રાહત hum dekhenge news

આઇસક્રીમ

આઇસક્રીમનો સ્વાદ કોને ન ગમે? પરંતુ જ્યારે ખાંસી થઇ હોય ત્યારે આઇસક્રીમથી દુર રહેવુ જોઇએ. જો આઇસક્રીમ ખાસો તો ખાંસીથી આરામ મેળવવાની વાત ભુલી જ જજો. તો શરદી કે ખાંસીમાં આઇસક્રીમના સેવનથી બચજો

 વરસાદની સીઝનમાં ખાંસી કરી રહી છે પરેશાન? આ ટિપ્સથી મેળવો રાહત hum dekhenge news

કોલ્ડ ડ્રિંક્સ

શહેરથી લઇને ગામ સુધી દરેક વ્યક્તિ કોલ્ડ ડ્રિંક્સ પીવાના શોખીન હોય છે. જો તમે કોલ્ડ ડ્રિંક્સ નહીં છોડી શકતા હો તો જ્યારે તમને ખાંસીની સમસ્યા થાય ત્યારે કેટલાય દિવસો સુધી ઠીક નહીં થઇ શકે. જ્યારે શરદી કે ઉધરસ થાય ત્યારે આવા પ્રકારના પીણાનું સેવન ન કરવુ જોઇએ.

આ પણ વાંચોઃ ODI વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જાણો શું છે આ ફોર્મેટ

Back to top button