ગુજરાતમાં ગરમી સાથે માવઠાની મુસીબત, આ વિસ્તારોમાં પડશે વરસાદ
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
- 13 એપ્રિલે નવસારી, વલસાડ, સુરતમાં માવઠાની અસર
- હવે માવઠાની શક્તાને લઇ લોકોને રાહત થઇ
ગુજરાતમાં ગરમી સાથે માવઠાની મુસીબત સામે આવી છે. જેમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેમાં 10 થી 12 એપ્રિલ કચ્છમાં હિટવેવની અસર રહેશે. 13 થી 15 એપ્રિલ માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે.
13 એપ્રિલે નવસારી, વલસાડ, સુરતમાં માવઠાની આગાહી
13 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ 14 અને 15 એપ્રિલે દાહોદ અને નર્મદા, ગીર સોમનાથ જૂનાગઢ તથા મોરબી, રાજકોટમાં પણ માવઠુ પડશે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ ગરમીનો રાજ્યમાં કેર વધી રહ્યો છે. જેમાં અમદાવાદ 40.ડિગ્રી, ગાંધીનગર 40.1 ડિગ્રી, સુરેન્દ્રનગર 41.1ડિગ્રી, જામનગર 41.2 ડિગી તેમજ આણંદ.39.5 ડિગ્રી તથા કચ્છ 41.7 ડિગ્રી તાપમાન છે.
હવે માવઠાની શક્તાને લઇ લોકોને રાહત થઇ
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા 41.1ડિગ્રી તથા મહેસાણા 39.3ડિગ્રી અને વડોદરા 38.6ડિગ્રી સાથે વલસાડ 37.01 ડિગ્રી તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવે માવઠાની શક્તાને લઇ લોકોને રાહત થઇ છે કે માવઠું પડતા થોડીક રાહત મળશે.