ઉત્તર ગુજરાતગુજરાત

મુશ્કેલી : દેશનો બીજા નંબરનો સૌથી લાંબો ડીસાનો એલિવેટેડ બ્રિજ લાઈટો ચાલુ કરવાના આપ્યા આદેશ

Text To Speech

પાલનપુર :બનાસકાંઠાના ડીસા ખાતે દેશનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવ્યાને એક વર્ષ ઉપરાંતનો સમય થયો હોવા છતાં હજુ સુધી બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં ના આવતા રાત્રે વાહન ચાલકો માટે પુલ જોખમકારક સાબિત થઈ રહ્યો છે. હાઇવે ઓથોરિટી બ્રિજ પરની લાઈટો ચાલુ નહીં કરે તો ડીસા પાલિકાએ દિવાળી પહેલા ચાલુ કરી દેવામાં આવશે તેમ પ્રમુખે જણાવ્યું છે.

222 કરોડના ખર્ચે બનવામાં આવ્યો હતો બ્રિજ

ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 27 પર વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રૂપિયા 222 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ અને દેશનો બીજા નંબરનો સૌથી લાંબો 3.75 કિલોમીટર લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ વાહન ચાલકો માટે ગત વર્ષે જુલાઈ માસમાં શરૂ કરવામાં આવ્યો હતો. જોકે બ્રિજ બન્યો ત્યારે શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલો છે. જેમાં બ્રિજનું ઉદઘાટન થયા પહેલા જ ઉપરના રોડમાં મસ મોટા ગાબડા પડી જવા પામ્યા હતા.

લાઈટો

જ્યારે બ્રિજની નીચે પણ કન્ટ્રક્શન કંપનીએ કે હાઇવે ઓથોરિટી રસ્તાનો યોગ્ય રીતે મરામત કરેલું ન હતું . જ્યારે વરસાદનું પાણી બ્રિજમાં મુકેલા હોલની જગ્યાએ ચારે બાજુથી નીચે ટપકે છે. અને બ્રિજ ઉપર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા છે .આ ઉપરાંત 107 પીલ્લરના આ ઓવરબ્રિજ ઉપર 600 થી વધુ એલઈડી લાઇટો લગાવવામાં આવી હતી. જોકે બ્રિજનું ઉદ્ઘાટન થયું તેના અગાઉ માત્ર એક વખત ટેસ્ટિંગ કર્યા બાદ આજ સુધી આ ઓવર બ્રિજની લાઇટો ચાલુ કરવામાં આવી નથી.

લાઈટો

હાઇવે ઓથોરિટી અને ડીસા નગરપાલિકા વચ્ચે અસમંજસ

સ્ટ્રીટ લાઈટનું બિલ કોણ ભરે તેને લઈ હાઇવે ઓથોરિટી અને ડીસા નગરપાલિકા વચ્ચે અસમંજસની સ્થિતિના કારણે હજુ સુધી લાઈટો ચાલુ થઈ નથી. ત્યારે હવે ડીસા નગરપાલિકાના પ્રમુખ હાઇવે ઓવરબ્રિજની લાઈટો ચાલુ કરાવવા મક્કમ બન્યા છે.ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ હાલમાં હાઇવે ઓથોરિટી જોડે આ બાબતની આખરી ચર્ચા ચાલી રહી છે. જો તેઓ દિવાળી અગાઉ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા સંમત નહીં થાય તો બ્રિજની લાઇટો ડીસા નગરપાલિકા ચાલુ કરી દેશે.

Back to top button