ઈન્ડી ગઠબંધનમાં ફરી મુશ્કેલી! પંજાબમાં કેજરીવાલે કહ્યું- મને તમામ 13 સીટો આપો
- ‘I.N.D.I’ ગઠબંધનની મહત્વની બેઠક 19મી ડિસેમ્બરે
- ભઠિંડામાં સીએમ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે પંજાબની લોકસભાની તમામ 13 સીટ માંગી
- ‘I.N.D.I’ ગઠબંધનમાં સીટ વહેંચણી પર ફરી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે
પંજાબ, 17 ડિસેમ્બર: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ છે, જેના પરિણામ આપણી સામે જ છે. પાંચ માંથી ત્રણ રાજ્યોમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે અને પોતાની સરકાર બનાવી છે. ત્યારે હવે વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. 6 ડિસેમ્બરે યોજાનાર ‘I.N.D.I’ ગઠબંધનની બેઠક અનેક કારણોસર રદ રહી હતી, ત્યારે હવે 19મી ડિસેમ્બરે યોજાય તે પહેલાં કેજરીવાલે પંજાબના ભઠિંડામાં વિકાસ ક્રાંતિ રેલીમાં હાજરી આપી હતી. આ સમયે તેમણ ‘I.N.D.I’ ગઠબંધનને ભૂલીને લોકસભાની ચૂંટણીમાં મતદારોને તમામ 13 બેઠકો પર આપને જીતાડવા કહ્યું છે. ત્યારે ગઠબંધનમાં સીટ વહેંચણી પર ફરી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
‘I.N.D.I’ ગઠબંધનની મહત્વની બેઠક 19મી ડિસેમ્બરે
‘I.N.D.I’ ગઠબંધનની એક મહત્વપૂર્ણ બેઠક 19મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે અને તેના પહેલા જ અરવિંદ કેજરીવાલે પંજાબના લોકો પાસેથી 13માંથી 13 લોકસભા બેઠકો માંગી છે. સીએમ કેજરીવાલના આ નિવેદન બાદ પંજાબમાં સીટ વહેંચણી કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબમાં સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી શકે તેવી આશંકા છે. સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન રવિવારે બઠિંડા પહોંચ્યા હતા.
વિકાસ ક્રાંતિ રેલીમાં કેજરીવાલે બઠિંડા માટે 1125 કરોડનું પેકેજ જાહેર ક્યું
#WATCH भटिंडा: दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने कहा, ”…भटिंडा में 7 नए सरकारी स्कूल बनाए जाएंगे… यह निजी स्कूलों से भी बेहतर होंगे और उसमें आपके बच्चों की शिक्षा मुफ्त होगी… अभी भटिंडा में 25 मोहल्ला क्लीनिक हैं। ऐसे 13 और मोहल्ला क्लीनिक बनाए जाएंगे जहां दवाएं और… pic.twitter.com/A0OQdQhXzI
— ANI_HindiNews (@AHindinews) December 17, 2023
આજે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ભઠિંડા પહોંચ્યા છે. વિકાસ ક્રાંતિ રેલીમાં અરવિંદ કેજરીવાલે બઠિંડા માટે 1125 કરોડ રુપિયાનું પેકેજ જાહેર ક્યું છે. તેમણે ક્હ્યું કે, ‘આજે પંજાબ સરકાર ભઠિંડા માટે 1125 કરોડ રૂપિયાનું પેકેજ લાવી છે. પંજાબના 75 વર્ષના ઈતિહાસમાં કોઈપણ રાજકીય પક્ષની સરકારે બઠિંડા માટે આટલા મોટા પેકેજની જાહેરાત કરી નથી. આ પેકેજ સાથે બઠિંડામાં 7 નવી સરકારી શાળાઓ, ઘણી હોસ્પિટલો, 13 નવા મોહલ્લા ક્લિનિક્સ, ઓવરબ્રિજ, રસ્તા, ગટર, પાણી અને એક નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે.
હવે પછીની ચૂંટણીમાં 117માંથી 110 સીટ જીતશે AAP: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું, ‘પંજાબમાં અત્યાર સુધીમાં 42000 લોકોને સરકારી નોકરી મળી છે. શું આગળ કોઈ સરકારમાં પૈસા અને ભલામણ વગર નોકરી મળી? આજે લોકોને પૈસા અને ભલામણ વગર નોકરી મળી રહી છે. દિલ્હીનું કામ જોઈને તમે અમને પંજાબમાં આ વખતે 117માંથી 92 સીટો આપી છે. પણ આ વખતે પંજાબમાં અમારુ કામ જોઈને અમને આગામી ચૂંટણીમાં 117માંથી 110થી વધુ બેઠકો મળશે.
આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં ઠેરઠેર બ્લૂ ઢિંગલીનું ચિત્ર કેમ છે? જાણો તેની રસપ્રદ કહાની