આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ત્રિપુરાઃ અગરતલા રેલવે સ્ટેશન પરથી 10 બાંગ્લાદેશીઓની ધરપકડ

Text To Speech
  • નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ (NFR) જણાવ્યું કે, બે ભારતીય એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી છે
  • ભૂતકાળમાં પણ રેલવે સ્ટેશનો પરથી ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી

ત્રિપુરા, 26 નવેમ્બર: રેલવેનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવાની એક ઝુંબેશ દરમિયાન રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ છેલ્લા એક સપ્તાહમાં ત્રિપુરાની રાજધાની અગરતલાના રેલ્વે સ્ટેશન પરથી પાડોશી દેશ બાંગ્લાદેશના ઓછામાં ઓછા 10 ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ધરપકડ કરી છે.

આરપીએફ, જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને બીએસએફની સંયુક્ત ટીમે 21 નવેમ્બરના રોજ અગરતલા રેલ્વે સ્ટેશન પરથી ત્રણ પુરૂષ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. ત્રણ વિદેશી નાગરિકો સાથે ભારતીય ઓળખ ધરાવતા એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી દે દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ચારેયને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જીઆરપી અગરતલાને સોંપવામાં આવ્યા હતા.

આરપીએફ અને જીઆરપીની સંયુક્ત ટીમ દ્વારા 23 નવેમ્બરના રોજ બાંગ્લાદેશના વધુ સાત ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ અને અન્ય એક ભારતીય એજન્ટની અગરતલા રેલ્વે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓને પણ આગળની કાર્યવાહી માટે રેલવે પોલીસને સોંપવામાં આવ્યા હતા.

સબ્યસાચી દેએ કહ્યું હતું કે, આરપીએફ રેલવે અધિકારક્ષેત્રમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરીને રોકવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રેલવેપરિસરને ટ્રેન મુસાફરો માટે સલામત અને સુરક્ષિત બનાવે છે.

ત્રિપુરા અને બાંગ્લાદેશની વચ્ચે 856 કિમી લાંબી સરહદ આવેલી છે. પરંતુ કેટલાક ભાગો હજુ પણ ખુલ્લા છે. આનાથી પડોશી દેશના સ્થળાંતર કરનારાઓને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવામાં અને મુખ્યત્વે ટ્રેન મારફતે ભારતમાં પહોંચવામાં મદદ મળી જાય છે. RPF અને અન્ય એજન્સીઓ દ્વારા ભૂતકાળમાં ટ્રેનો અને રેલવે સ્ટેશનો પરથી આવી જ રીતે કેટલાક ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો, PM મોદીની સુરક્ષામાં ચૂક બદલ પંજાબ સરકારે SP બાદ વધુ 6 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

Back to top button