ટ્રેન્ડિંગમનોરંજન

તૃપ્તિ ડિમરીને મળી મોટી તક, કાર્તિક આર્યન સાથે કરશે ‘આશિકી 3’

Text To Speech
  • એનિમલ ફિલ્મમાં તૃપ્તિને મળી સફળતા, લાખો ચાહકોનો વધારો
  • તૃપ્તિ ડિમરી હવે કાર્તિક આર્યન સાથે ‘આશિકી 3’માં જોવા મળશે

મુંબઈ, 27 ડિસેમ્બર: તૃપ્તિ ડિમરી OTT પ્રોજેક્ટ્સમાં ખૂબ જ સારુ કામ કરી રહી હતી, જેના લીધે તૃપ્તિના પહેલેથી જ સારા ચાહકો બની રહ્યા હતા. પરંતુ દેશમાં મોટા પડદા પર ફિલ્મ જોનારનો વર્ગ હજી પણ ઘણો મોટો છે, ત્યારે આ દર્શકોએ તૃપ્તિને ‘એનિમલ’માં મોટા પડદામાં જોઈ તો તેઓ પણ તૃપ્તિના દિવાના બની ગયા છે. ફિલ્મ રિલીઝના થોડા જ સમયમાં તૃપ્તિની નવી ફેન ફોલોઈંગએ તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બનાવી અને તેને ‘નેશનલ ક્રશ’ જાહેર કરી છે. દેશના નવા નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીને લઈને એક સમાચાર પ્રકાસમાં આવ્યા છે, જે તૃપ્તિના ચાહકો તે જાણીને ખુશ થઈ જશે. તૃપ્તિ ડિમરી હવે કાર્તિક આર્યન સાથે ‘આશિકી 3′માં જોવા મળશે.

તૃપ્તિ ડિમરી કાર્તિક આર્યન સાથે કરશે ‘આશિકી’

ફિલ્મોના રસીયાઓને યાદ હશે કે થોડા મહિના પહેલા બોલિવૂડની સુપર પોપ્યુલર રોમેન્ટિક ફ્રેન્ચાઈઝી ‘આશિકી’ની સિક્વલ પર કામ શરૂ થવાના અહેવાલો આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કાર્તિક આર્યનને ‘આશિકી 3’માં મુખ્ય ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યો છે અને અનુરાગ બાસુ તેનું નિર્દેશન કરશે. પરંતુ ફિલ્મમાં કાર્તિકની સાથે હિરોઈનનો રોલ કોને આપવામાં આવશે તે અંગે સસ્પેન્સ હતું. હવે પિંકવિલાના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે નિર્માતાઓએ ‘આશિકી 3’માં મહિલા લીડ માટે તૃપ્તિ ડિમરીને ફાઈનલ કરી છે. અહેવાલમાં ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘તૃપ્તિ એનિમલની ઐતિહાસિક સફળતા પછી ટ્રેન્ડમાં છે અને નિર્માતાઓને લાગે છે કે તે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન પર તૃપ્તિ બુમ પડાવશે. આ માટે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી અને હવે મેકર્સે તેને ફીમેલ લીડ માટે ફાઈનલ કરી દીધી છે.

ટૂંક સમયમાં શરૂ થશે ‘આશિકી 3’ 

મળેલ માહિતી સૂચવે છે કે અનુરાગ બાસુની ‘આશિકી 3’ 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં ફ્લોર પર જશે અને બાકીના કલાકારોને પણ ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે. કાર્તિક અને તૃપ્તિ પહેલીવાર ફિલ્મમાં સાથે કામ કરશે. ‘આશિકી 3’ ઉપરાંત કાર્તિક અન્ય ફ્રેન્ચાઇઝી ‘ભૂલ ભુલૈયા 3’ પર પણ કામ કરી રહ્યો છે, જે દિવાળી 2024 પર રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: રુબિના દિલેકે એક મહિના બાદ ટ્વિન્સ દીકરીઓની પહેલી ઝલક બતાવી

Back to top button