ટ્રેન્ડિંગમનોરંજન

રુમર્ડ બોયફ્રેન્ડ સાથે બાઈક રાઈડ પર નીકળી તૃપ્તિ ડિમરી, કેમેરો જોતા જ છુપાવ્યો ચહેરો

મુંબઈ, 2 ડિસેમ્બર 2024 :  રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’માં ‘ભાભી નંબર 2’ નો રોલ કરીને દર્શકોમાં ફેમસ થયેલી તૃપ્તિ ડિમરી અત્યારે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ માટે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ ‘સિંઘમ અગેન’ સાથે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, આ પછી પણ તેણે જબરદસ્ત કમાણી કરી હતી. એનિમલ પછી તૃપ્તિને નેશનલ ક્રશ કહેવાનું શરૂ થયું છે. આ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તૃપ્તિ તેના કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે જોવા મળી રહી છે. બંનેને બાઇક રાઇડની મજા લેતા જોઈ શકાય છે, પરંતુ હવે આ વીડિયોને કારણે તેઓ ચોક્કસપણે સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગયા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તૃપ્તિ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે બાઇક રાઇડ પર નીકળી
તૃપ્તિ ડિમરીનો આ વીડિયો સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જેમાં અભિનેત્રી તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે બાઇક પર બેઠેલી જોવા મળે છે. લોકોની નજરથી બચવા માટે તેણે માસ્ક પહેર્યું છે, પરંતુ તે પછી પણ કેમેરાએ તેને ઓળખી લીધી. વીડિયોમાં તૃપ્તિ બ્લુ જીન્સ અને વ્હાઇટ ટોપ પહેરેલી જોવા મળી રહી છે. તૃપ્તિએ કેમેરા જોયો કે તરત જ તેણે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો.

તૃપ્તિ તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે હેલ્મેટ વિના ફરતી જોવા મળી
તૃપ્તિના આ વીડિયો પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે અને એક્ટ્રેસ અને તેના રુમર્ડ બોયફ્રેન્ડ પર નિશાન સાધ્યું છે. યૂવીડિયોમાં તૃપ્તિ અને તેનો રુમર્ડ બોયફ્રેન્ડ સેમ બંને હેલ્મેટ વગર જોવા મળે છે. તેના પર યુઝર્સનું કહેવું છે કે સેમ મર્ચન્ટને ટ્રાફિકના નિયમો તોડવા બદલ દંડ થવો જોઈએ.

યૂઝર્સે હેલ્મેટ યાદ અપાવ્યું
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘ભાઈ, ભાભી નંબર 2ને હેલ્મેટ વિના ફેરવી રહ્યાં છે, તેને દંડ થવો જોઈએ.’ બીજાએ લખ્યું – ‘એ જોઈને ખરાબ લાગે છે કે ભણેલા-ગણેલા લોકો પણ હેલ્મેટ વિના ફરતા હોય છે.’ બીજા ઘણા યુઝર્સ છે જેઓ હેલ્મેટ ન પહેરવા બદલ તૃપ્તિ અને સેમ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તૃપ્તિના કામ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ ભૂલ ભૂલૈયા 3 માં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત: ફેસબુક પર જાહેરાત જોઇને સેકન્ડ હેન્ડ ટ્રેક્ટરની ખરીદી કરવા જતા ખેડૂતે રૂ.1.50 લાખ ગુમાવ્યા

Back to top button