ગુજરાતદક્ષિણ ગુજરાત

અમદાવાદ મુંબઈ હાઈવે પર ત્રિપલ અકસ્માત, ચાંણોદથી પરત ફરતાં સુરતના પરિવારના 20 સભ્યો ઈજાગ્રસ્ત

Text To Speech

વડોદરાઃ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 24 કલાકમાં બે ગંભીર અકસ્માત સર્જાયા છે. આજે સવારે કપુરાઈ ચોકડી પર ટ્રાવેલ્સની બસ,રીક્ષા અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ચાણોદથી પરત ફરી રહેલા સુરતના પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસમાતમાં 20 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. રિક્ષાનું તો જાણો પડીકું જ બની ગયું હતું. જ્યારે લક્ઝરી બસના આગળના ભાગે મોટું નુક્સાન થયું હતું.

લકઝરી બસના 20 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતનો એક પરિવાર ચાણોદ ખાતે વિધિ કરાવવા માટે આવ્યો હતો. વિધિ પતાવ્યા બાદ સમગ્ર પરિવાર વડતાલ જવા માટે રવાના થયો હતો. આ દરમિયાન કપુરાઈ ચોકડી પાસેથી પસાર થતી લકઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને રિક્ષા તથા ડમ્પરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ મુસાફરોને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. આ અકસ્માતને લઈ મકરપુરા જી.આઇ.ડી.સી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લક્ઝરીમાં ફસાયેલા ચાલક અને ક્લીનરને બહાર કાઢ્યો હતો.

ગઈ કાલે પણ કંડારી પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો
ગત રોજ કરજણથી વડોદરા તરફ કંડારી પાસે હાઈવે પર એક કન્ટેનર મેઈન ટ્રેક ઉપર બંધ પડી ગયું હતું. જેના કારણે રોડ ઉપર ભારે ટ્રાફિક સર્જાયો હતો અને એક ટ્રેકમાં કન્ટેનર બંધ પડેલું હોવાથી બાકીની બે ટ્રેક પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે ભરૂચ તરફથી વડોદરા જઈ રહેલા અન્ય એક કેન્ટેનર ચાલકે પાંચ કાર અને એક રીક્ષાને અડફેટે લીધા હતા. જેમાં 2 લોકોના કરૂણ મોત થયા હતા. 9 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 લોકોની હાલત ગંભરી હતી. તમામ ઇજાગ્રસ્તોને વડોદરા ખાતે સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટુ-વ્હીલર પર સ્ટંટ કરતાં સગીરોના વાલીઓ સામે ગુનો નોંધાયો

Back to top button