ગુજરાતટોપ ન્યૂઝ

મોડાસા નજીક ત્રિપલ અકસ્માત, 6 લોકોના મોતની આશંકા; એક્સીડન્ટને કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ

Text To Speech

અરવલ્લી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે. મોડાસાના આલમપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6થી વધુ લોકોના મોતની આશંકા છે. જો કે હજુ સુધી એકનો જ મૃતદેહ મળી આવ્યો છે.

મળતી માહિતી મુજબ બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની શક્યતા છે. જેમાં અત્યાર સુધી એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરાયો છે. બંને તરફ 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

Back to top button