અમદાવાદમાં ત્રિપલ અકસ્માતની ઘટના, બે કાર વચ્ચે એક્ટિવા અડફેટમાં આવી, 5 ઇજાગ્રસ્ત
અમદાવાદ શહેરમાં ગઈ કાલે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દૂરદર્શન ચાર રસ્તા પાસે હેલ્મેટ સર્કલ તરફથી આવતી ક્રેટા કાર અને થલતેજ તરફથી આવતી અર્ટિગા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે બાદ કારમાં એકાએક આગ સળગી ઉઠી હતી. આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર એ અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા.
આ પણ વાંચો : જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી કેમ પાછું ખેંચી લેવામા આવ્યું ? આ રહ્યું કારણ
મોડી રાત્રે ત્રિપલ અકસ્માત
ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દૂરદર્શન ચાર રસ્તા પાસે હેલ્મેટ સર્કલ તરફથી આવતી ક્રેટા કાર અને થલતેજ તરફથી આવતી અર્ટિગા કાર વચ્ચે ગંભીર અકસ્માની ઘટના બની હતી. 2 કાર અને એક ટુ-વ્હીલર વચ્ચે ટક્કર બાદ એક કારમાં આગ લાગી હતી. આ આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામા આવી હતા અને ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવી હતી.
આ પણ વાંચો : હવેથી અમદાવાદમાં Uber અને Rapidoના વાહનો દેખાશે તો થશે જપ્ત, જાણો કેમ કરાઈ રહી છે કાર્યવાહી
5 લોકો ઇજાગ્રસ્ત થયા
જાણકારી મુજબ અકસ્માતના કારણે કંટ્રોલ ગુમાવી બેઠેલા ક્રેટા કારના ચાલકે ટુ વ્હિલરને અડફેટે લીધુ હતું. જે બાદ કાર અહી પાસે આવેલ AMC શૌચાલય સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણ કારમાં આગ લાગી હતી. જેને ફાયર વિભાગની ટીમ દ્વારા કાબુમાં લેવામા આવી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો અઙી દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. આ આકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં વધુ બે લોકોએ ગૂમાવ્યાં જીવ