

ગુજરાતમાં અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેફામ ઝડપ અને બેજવાબદાર ડ્રાઈવિંગના પગલે અકસ્માતોની ઘટના બને છે. જેમાં અનેકને લોકો જીવ ગુમાવવો પડે છે. હાલમાં આણંદના ધર્મજ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો.

ધર્મજ પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં ત્રણ ખાનગી લકઝરી બસો ભટકાઈ હતી. આ ત્રણ બસો વચ્ચેના અકસ્માતમાં અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેના પગલે ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાન હાનિ થઈ હતી નહોતી. અકસ્માત થતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો : આજે કેજરીવાલ સફાઇકામદારો સાથે કરશે ચર્ચા, કરી શકે છે વધુ એક જાહેરાત