કૃષિખેતીટ્રેન્ડિંગનેશનલ

નોકરી ન મળતાં ખેતીમાં નસીબ અજમાવ્યું, કેપ્સિકમ-કાકડી વાવીને કરી લાખોની કમાણી

દેવરિયા (ઉત્તર પ્રદેશ), 14 માર્ચ: આપણા દેશમાં લોકો ખેતીમાં વધુ નાણાંનું રોકાણ કરવાથી હિચકિચાટ અનુભવે છે. કારણ કે તેઓ તેને ખોટનો સોદો માને છે. પરંતુ યુપીના દેવરિયા જિલ્લાના રહેવાસી કમલેશ મિશ્રાએ આ ધારણાને ખોટી સાબિત કરી. તેમણે 43 લાખ રૂપિયાના ખર્ચે પૉલીહાઉસ ટેકનોલોજીથી શાકભાજીનીખેતી શરૂ કરી. આજે બાગાયાતી ખેતી કરીને બમ્પર નફો કમાઈ રહ્યા છે. કમલેશે B.Comનું ભણતર કર્યું છે. જો કે આ સાંભળીને નવાઈ લાગશે કે, ગ્રેજ્યુએશન સુધી ભણેલો યુવાન આખરે ખેતીના ધંધામાં કેમ ઝંપલાવ્યું હશે. તો તેમની આ કહાની પણ ખૂબ રસપ્રદ છે…

કમલેશે B.Comનો અભ્યાસ કર્યા બાદ નોકરી કરવા માટે ફાંફા પડી ગયા હતા. ઘણી બધી અરજી આપવા છતાં કોઈ જગ્યાએ સફળતા મળી નહીં. તેથી તેમણે ખેતીમાં કામ કરવાનું વિચાર્યું. તેમણે પોતાના ગામમાં જ પૉલીહાઉસ ટેકનિકથી ખેતી શરૂ કરી. શરૂઆતમાં લોકોએ તેમને આ કામ કરવાની ના પાડી. પણ તેઓ પોતાના નિશ્ચય પર અડીખમ ઊભા રહ્યા.  હવે કમલેશે આ વર્ષે માત્ર 5 લાખ રૂપિયાના ખર્ચ સાથે 30 લાખ રૂપિયાનો નફો કર્યો છે.

પોલીહાઉસમાંથી ઑફ સીઝન શાકભાજીનું ઉત્પાદન

કમલેશ મિશ્રાએ જણાવ્યું કે તેમણે સાંભળ્યું હતું કે, પૉલીહાઉસ દ્વારા ઑફ-સીઝન શાકભાજીનું ઉત્પાદન કરીને નફો કમાઈ શકાય છે. આ માટે તેઓ રાજસ્થાન પૉલીહાઉસ ગયા અને ત્યાંના ખેડૂતોને સમજ્યા અને રિસર્ચ કર્યું. આ પછી તેમણે સરકારી યોજનાઓની માહિતી મેળવી હતી. પછી કમલેશે બાગયાત વિભાગ દ્વારા સૂચિબદ્ધ કંપની સફલ ગ્રીન હાઉસના માધ્યમથી પૉલીહાઉસની 2022માં સ્થાપ્ના કરી. પૉલીહાઉસ પાછળ 43 લાખ રૂપિયાનો ખર્ચ થયો. જેમાં યુપી સરકાર તરફથી 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. આ વર્ષે તેમણે કાકડી અને ગ્રીન, રેડ અને યેલો કેપ્સિકમ ઉગાડ્યા છે. કેપ્સિકમ 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. જો કે, તેમણે શાકભાજીને વેચવા બજારમાં જવું પણ પડતું નથી. ખરીદદારો જાતે તેમના પૉલીહાઉસમાં ખરીદી કરવા આવે છે.

પોલીહાઉસ ટેકનોલોજીમાં સરકાર તરફથી 50% સબસિડી

જિલ્લા બાગાયત અધિકારી રામસિંહ યાદવે જણાવ્યું હતું કે, બાગાયત વિભાગ દ્વારા પૉલીહાઉસની સ્થાપના પર 50% ગ્રાન્ટ આપવામાં આવે છે. લાભાર્થીઓ 500 ચોરસ મીટરથી 4000 ચોરસ મીટર એટલે કે એક એકર વિસ્તારમાં પૉલીહાઉસની સ્થાપના કરી શકે છે. એક એકરમાં પૉલીહાઉસ બનાવવાનો ખર્ચ 40 લાખ રૂપિયા છે. જેમાંથી 50% સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત પૉલીહાઉસ સ્થાપવા માટે બેંક દ્વારા લોન પણ આપવામાં આવે છે. આ માટે જો તમારી પાસે 25% મૂડી છે, તો બેંક મદદ કરે છે.

મહત્ત્વનું છે કે, નિયત્રિંત આબોહવાની સ્થિતિમાં પૉલીહાઉસમાં પાક ઉગાડવામાં આવે છે. આની મદદથી વર્ષભર કોઈપણ શાકભાજી, ફૂલ કે ફળની ખેતી કરી શકાય છે. પૉલીહાઉસમાં ઢંકાયેલું માળખું હોવાથી તેને વરસાદ કે અતિવૃષ્ટિની અસર થતી નથી. આગામી સમયમાં પૉલીહાઉસ ટેક્નોલોજીથી ખેતી થશે તો ગ્રામીણ વિસ્તારોનું ચિત્ર બદલાશે. એટલું જ નહીં, ખેડૂતોને ઉત્સાહપૂર્વક આગળ આવવા અને પૉલીહાઉસ બનાવવા માટે પ્રેરિત થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે, જાણો કેવી રીતે

Back to top button