ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

ન્યુયોર્કમાં ટાઈમ સ્ક્વેર અને નાસ્ડેક બિલ્ડિંગ ઉપર ત્રિરંગો અને વાયબ્રન્ટ ગુજરાત ડિસ્પ્લે થયા

Text To Speech

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેરની દીવાલ પર ગુરુવારના વહેલી સવારે તિરંગો લહેરાયો, સાથે જ NASDAQ દ્વારા મોર્નિંગ બેલ માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 (VGGS2024) પ્રતિનિધિમંડળને દર્શાવવાનું આયોજન કર્યું. જે દરેક ભારતીય તેમજ ગુજરાતીઓ માટે ઐતિહાસિક અને ગર્વની ક્ષણ હતી. આમ, અમેરિકાની ધરતી પર ત્રિરંગાને ઊંચે ઉડતો જોવો એ દરેક ભારતીયો માટે ગર્વની ક્ષણ કહી શકાય. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 ની થીમને પણ ડિસ્પ્લે કરવામાં આવી હતી.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 ના સંદર્ભે સરકારના પ્રતિનિધિમંડળ દ્વારા દુનિયાના અલગ-અલગ દેશોમાં ગ્લોબલ સમિત-2024 ને લઈને મૂડીરોકાણને આકર્ષવા માટે ઘણા આયોજનો કરવામાં આવી રહ્યાં છે. જેના સંદર્ભ રૂપે અમેરિકામાં પણ ગઈકાલે આ આયોજન કરવામાં આવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 ની થીમનું ડિસ્પ્લે કરવામાં આવ્યું.  તે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે, તેમજ વિવિધ ક્ષેત્રોના વિવિધ પ્રતિનિધિમંડળોની સહભાગીતાએ ગુજરાત માટે સહકાર, નવીનતા અને રોકાણની તકોને એક્સપ્લોર કરવાની સહિયારી પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ કહી સકાય.

આ પણ વાંચો : જાપાનમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત રોડ શો, ભારતીય રાજદૂત ઉપરાંત વિજય નેહરાએ કર્યું સંબોધન

Back to top button