15 ઓગસ્ટટોપ ન્યૂઝનેશનલ

અંતરિક્ષમાં લહેરાયો ત્રિરંગો, Video જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

Text To Speech

દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર બરફના પહાડોથી લઈને પાણીની અંદર સુધી તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે. હવે આવો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રિરંગો અવકાશમાં પણ ઉડતો જોવા મળી રહ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ધરતીથી 30 કિમીની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ બલૂન દ્વારા ત્રિરંગાને અવકાશમાં મોકલ્યો હતો. આ સંગઠન દેશ માટે યુવા વૈજ્ઞાનિકો બનાવવા માટે એક એરોસ્પેસ સંસ્થા છે. વિડિયો રિલીઝ કરતી વખતે સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ કહ્યું, ‘ભારતીય 30 કિમી દૂર અંતરિક્ષમાં ધ્વજ લહેરાવીને 75 વર્ષની આઝાદીની ઉજવણી કરી રહ્યા છે. ધ્વજવંદન એ સ્વતંત્રતાના ‘અમૃત મહોત્સવ ઉજવણી’નો એક ભાગ હતો, જે ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે.

સંગઠને એમ પણ કહ્યું કે, તે તમામ સ્વતંત્રતા સેનાનીઓ માટે આદર અને શ્રદ્ધાંજલિનું ચિહ્ન છે જેઓ ભારતને ગૌરવ અપાવવા માટે દરરોજ સખત મહેનત કરી રહ્યા છે. સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ તાજેતરમાં 750 સ્કૂલની વિદ્યાર્થિનીઓનો બનેલો ઉપગ્રહ “આઝાદીસત” લોન્ચ કર્યો છે. જો કે, આ ઉપગ્રહ અસ્થિર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને તે હવે ઉપયોગમાં લેવા યોગ્ય નથી. દરમિયાન ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ પણ આજે સવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર ભારતીય ધ્વજની તસવીર શેર કરી હતી.

આ પણ વાંચો : તમારું જ્ઞાન શું કહે છે : આજે 75 મો સ્વતંત્રતા દિવસ કે 76 મો ?

લાલ કિલ્લા પર આ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી

સોમવારે, દેશના 76મા સ્વતંત્રતા દિવસના અવસર પર, લાલ કિલ્લાને ત્રિરંગા, ફૂલો અને ભારતની સ્વતંત્રતા સાથે સંબંધિત મુખ્ય ઘટનાઓને દર્શાવતા ચિત્રોથી શણગારવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના થોડા સમય પહેલા જ લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રથમ વખત Mi-17 હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. લાલ કિલ્લાના પ્રવેશદ્વાર પર બે મશીન સંચાલિત હાથીઓ મૂકવામાં આવ્યા હતા, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમ પૂરો થયા બાદ લોકો હાથીઓ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. વડાપ્રધાનના ભાષણ બાદ આકાશમાં ત્રણ રંગીન ફુગ્ગા છોડવામાં આવ્યા હતા. 75 વર્ષમાં પહેલીવાર લાલ કિલ્લા પર 21 તોપોની સલામી આપતી વખતે દેશ નિર્મિત હોવિત્ઝર તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Back to top button