ગુજરાતમાં આદિવાસી બહુલ 14 જિલ્લામાં એર એમ્બ્યુલન્સ માટે વ્યવસ્થા ઊભી કરાશે. તથા વર્ષ 2023-24ના બજેટમાં વનબંધુ 2.0માં ફંડ વધારાશે. તેમજ 50 ST તાલુકામાં મોતીલાલ તેજાવત ઈન્ક્યૂબેટર્સની સ્થાપના કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેમજ ખેડૂત મૃત્યુ સહાય 3 લાખ કરવા માટે વિચારણા કરવામાં આવી છે.
આ પણ વાંચો: લગ્નજીવનના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ અંગે HCએ લીધો મોટો નિર્ણય
બજેટને આખરી ઓપ આપવા સચિવાલયમાં હાઈલેવલ બેઠકોનો દોર
વિધાનસભામાં ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહે રજૂ થનારા વર્ષ 2023- 24ના બજેટને આખરી ઓપ આપવા સચિવાલયમાં હાઈલેવલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેમાં આદિવાસી બહુલ 14 જિલ્લામાં એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે.
બજેટ ઘડતરને તબક્કે અલગ અલગ વિભાગો દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો
આદિવાસી ક્ષેત્રોમાં એર એમ્બ્યુલન્સ સેવાના ઉપયોગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી આગામી વર્ષે તેનુ માળખુ તૈયાર કરવા બજેટમાં પ્રસ્તાવ રજૂ થયો છે. ભાજપે અગાઉ જાહેર કર્યા મુજબ વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ વધુ એક લાખ કરોડનું ફંડ ફાળવવા, આદિવાસી બહુલ 50 તાલુકાઓમાં યુવાનો માટે આજીવિકાની તકો વિકસાવવા, ઉદ્યોગ સાહસિકતાને પ્રાધાન્ય આપવા મોતીલાલ તેજાવત ઈન્ક્યુબેટર્સની સ્થાપના કરવા પણ બજેટ ઘડતરને તબક્કે અલગ અલગ વિભાગો દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના નવા પોલીસવડા આ IPS બનશે!, ગાંધીનગર રહેવા પહોંચ્યા
ખેડૂત મૃત્યુ સહાય 3 લાખ કરવા માટે વિચારણા
રાજ્યમાં ખેડૂત અકસ્માત વિમા સહાય યોજના હેઠળ હાલમાં ખેડૂતના અકસ્માતે થતા મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારને બે લાખની સહાય ચૂકવાય છે. ભારતીય કિસાન સંઘ વર્ષોથી આ સહાય વધારીને રૂપિયા ચાર કરવાની માંગણી કરી રહ્યુ છે. આ સહાય 3 લાખ કરવા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સમક્ષ વિચારણા હેઠળ છે. જેની સત્તાવાર જાહેરાત આગામી બજેટમાં થશે તેમ મનાય છે.