છત્તીસગઢ: મતગણતરીમાં કોંગ્રેસ ભાજપ કરતા આઠ બેઠકથી આગળ
રાયપુર, 03 ડિસેમ્બર: છત્તીસગઢમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મગતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ બહુમત તરફ આગળ દેખાઈ રહી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ 50 સીટોથી આગળ છે. જ્યારે ભાજપ 40 સીટથી આગળ છે. છત્તીસગઢમાં 76.31% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.2003થી 2018 સુધી સતત 15 વર્ષ સત્તામાં રહેલી ભાજપને આશા છે કે આ વખતે રાજ્યની જનતા તેમને તક આપશે. બીજી તરફ કોંગ્રેસ રાજ્યમાં ફરી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસને આશા છે કે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નેતૃત્વમાં પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામ લોકોને પસંદ આવ્યું છે અને ફરી એકવાર રાજ્યમાં તેમની સરકાર બનવા જઈ રહી છે.
ભૂપેશ બઘેલે કહ્યું કે આજે જનાદેશનો દિવસ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી અંગે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું છે કે આજે જનાદેશનો દિવસ છે. જનતા જનાર્દન ને વંદન. તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પણ આપી હતી.
#WATCH | Chhattisgarh: Security stepped up at the counting centre in Ambikapur as the counting of votes will begin shortly.
(Visuals from Government Polytechnic College, Ambikapur) pic.twitter.com/wtpFYE5rxq
— ANI (@ANI) December 3, 2023
રાજ્યની પ્રમુખ બેઠકની માહિતી
1. પટણાની સીટ પરથી ભૂપેશ બઘેલ 483 મતથી પાછળ
2. રાજનાંદ ગાંવ બેઠક પરથી રમણ સિંહ 3800 મતથી આગળ
3. અંબિકાપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ટીએસ સિંહદેવ આગળ
4. ચિત્રકોટથી કોંગ્રેસના ઉમેદવાર દીપક બૈજથી આગળ
5. જાંજગીક-ચાંપા પરથી કોંગ્રેસના ઉમેદવાર વ્યાસ નારાયણ કશ્યપ 306 મતથી આગળ
6. રાયગઢથી ભાજપ ઉમેદવાર રામવિચાર નેતામ આગળ
રાયપુર જિલ્લાની બેઠકો પર ભાજપનો દબદબો
રાયપુર પશ્ચિમથી ભાજપના રાજેશ મુનાત 1409 મતોથી આગળ છે, ઉત્તર ભાજપમાંથી પુરંદર મિશ્રા 450 મતોથી આગળ છે. અભાનપુર ભાજપમાંથી ઈન્દ્ર કુમાર સાહુ 700 મતોથી આગળ છે. અનુજ શર્મા 2200 મતોથી આગળ છે. અરંગથી શિવ દાહરિયા, રાયપુર ગ્રામીણથી મોતીલાલ સાહુ 3400 મતોથી આગળ છે. આગળ સમાચાર અપડેટ થઈ રહ્યા છે….
આ પણ વાંચો: છત્તીસગઢમાં આજે મતગણતરીઃ પ્રજા શું પસંદ કરશે, પંજો કે કમળ?