આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં પુત્રએ કર્યા માતા સાથે લગ્ન, જાણો વાયરલ મેસેજની હકીકત

ઈસ્લામાબાદ, તા.31 ડિસેમ્બર, 2024: સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. બે તસવીરો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનમાં એક દીકરાએ તેની માતા સાથે લગ્ન કર્યા છે. ઘણા લોકો આ દાવાઓ પર વિશ્વાસ કરીને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે તપાસ દરમિયાન સત્ય કંઈક બીજું બહાર આવ્યું. ખૂબ જ ભાવનાત્મક સમાચારોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે.

શું કરવામાં આવી રહ્યું છે દાવો

એક યુઝરે લખ્યું, પાકિસ્તાનથી આઘાતજનક સમાચાર. એક પુત્રને તેની માતાને 18 વર્ષ સુધી ઉછેર્યા પછી તેની સાથે લગ્ન કર્યા. આ સમાચાર થોડા જ કલાકમાં વાયરલ થયા હતા. અબ્દુલ આહાદે પોતે પોતાની ‘સ્ટોરી’ સોશિયલ મીડિયા પર શેર કરી, અબ્દુલ પોતે આ ‘ખુલાસો’ કર્યો!પોસ્ટની સાથે તેણે એક ફોટો અને વીડિયો પણ શેર કર્યો છે. એક્સ, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા યૂઝર્સ દ્વારા સમાન દાવા કરવામાં આવ્યા છે. ઘણા લોકોએ તેને શેર અને કોમેન્ટ કરી છે.

શું છે હકીકત

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરની હકીકત અલગ જ છે. આહદે એક અઠવાડિયા પહેલા આ તસવીરો સાથે પોતાની સંપૂર્ણ સ્ટોરી શેર કરી છે. આ સિવાય ગૂગલ પર ‘મધર સન મેરેજ પાકિસ્તાન શબ્દ પણ સર્ચ કરવામાં આવ્યો હતો અને ટોલો ન્યૂઝના બે અઠવાડિયા જૂના સમાચાર પણ મળી આવ્યા હતા. પછી આ લગ્નમાં હાજર ફોટોગ્રાફર દ્વારા આખી સ્ટોરી કહેવામાં આવી હતી.

વાયરલ તસવીરની હકીકત એ છે કે અબ્દુલે તેની માતા સાથે લગ્ન નથી કર્યા, પરંતુ બીજી વખત તેના લગ્ન કરાવ્યા છે. છેલ્લા 18 વર્ષોમાં, મેં મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ તેણીને વિશેષ જીવન આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, કારણ કે તેણીએ અમારા માટે પોતાના સમગ્ર જીવનનું બલિદાન આપ્યું હતું, પરંતુ આખરે તેણી શાંતિપૂર્ણ જીવનની હકદાર હતી, તેથી એક પુત્ર તરીકે, મને લાગે છે કે મેં યોગ્ય કામ કર્યું છે. મેં મારી માતાને 18 વર્ષ પછી પ્રેમ અને જીવનની બીજી તક મેળવવામાં મદદ કરી. અબ્દુલને બે ભાઈઓ છે અને તેની માતાએ તેને એકલી માતા તરીકે ઉછેર્યો હતો. આમ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ ખોટો છે. ભાવનાત્મક સમાચારોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ 1 જાન્યુઆરી 2025થી બદલાશે આ 10 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

Back to top button