ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

નેપાળમાં ફરી ધરા ધ્રૂજી, તાઈવાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા આવ્યા

Text To Speech
  • નેપાળમાં સવારે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા
  • રાજધાની કાઠમંડુમાં 4.1ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ
  • તાઈવાનની રાજધાની તાઈપેઈમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ

નેપાળમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં નેપાળની રાજધાની કાઠમંડુમાં સવારે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે તાઈવાનની રાજધાની તાઈપેઈમાં મંગળવારે સવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.  ભૂકંપના કારણે જાનહાનિ થયાંના કોઈ સમાચાર જાણવા મળ્યા નથી.

નેપાળમાં પણ ભૂકંપ આવ્યો હતો

નેપાળમાં મંગળવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રાજધાની કાઠમંડુમાં આજે (24 ઓક્ટોબર) સવારે 4:17 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 

નેપાળમાં ગયા રવિવારથી સતત ભૂકંપ આવી રહ્યો છે. ગયા રવિવારે રાજધાની કાઠમંડુ 6.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી હચમચી ગયું હતું. ભૂકંપના કારણે 20 જેટલા મકાનોને નુકસાન થયું છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, સવારે 7.39 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ધાડિંગ જિલ્લામાં હતું.

તાઇવાન રાજધાની તાઈપેઈમાં પણ ભૂકંપ નોંધાયો

તાઈવાનની રાજધાની તાઈપેઈમાં મંગળવારે સવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપ દરમિયાન તાઈપેઈમાં ઈમારતો ધ્રૂજવા લાગી હતી. જોકે, કોઈ જાનહાનિ કે કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી. તાઈવાનના સેન્ટ્રલ વેધર બ્યુરોએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ટાપુના પૂર્વ કિનારે સમુદ્રમાં હતું.

તાઇવાન સરકારના જણાવ્યા મુજબ, તાઈપેઈની મેટ્રો સિસ્ટમ પર ટ્રેનો ધીમી હતી પરંતુ સેવા ઝડપથી સામાન્ય થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે, તાઈવાન બે ટેક્ટોનિક પ્લેટના જંક્શન પાસે આવેલું છે અને ભૂકંપ માટે સંવેદનશીલ છે. 2016માં દક્ષિણ તાઈવાનમાં આવેલા ભૂકંપમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 1999માં 7.3ની તીવ્રતાના ભૂકંપમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો :નેપાળમાં ફરી ધરતી ધ્રુજી ઉઠી, 6.1 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ

Back to top button