દેશમાં ઘઉંની કિંમતોમાં જબરજસ્ત ઉછાળોઃ જાણો કેમ વધ્યા આટલા ભાવ
આર્થિક સંકટનો સામનો કરી રહેલો દુશ્મન દેશ પાકિસ્તાન ઘઉંની કિંમતોમાં વધારાનો સામનો કરી રહ્યુ છે. ઘઉંની કિંમતોમાં આવેલા ઉછાળાએ લોકોનું જીવન દુષ્કર બનાવી દીધુ છે. લોકોની થાળીમાંથી જાણે રોટલી ગાયબ થઇ ગઇ છે. એક એક લોટની બોરી માટે ધમાસાણ થઇ રહ્યુ છે. દુશ્મન દેશ તરફથી આવતા આ સમાચાર આપણે વાંચ્યા છે, સાંભળ્યા છે. હવે આપણા દેશમાં પણ ઘઉંની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ઘઉંની કિંમતો આકાશને આંબી રહી છે અને માર્કેટમાંથી ઘઉં ગાયબ થઇ રહ્યા છે.
દેશમાં ઘઉંના ભાવ આસમાને
એકબાજુ પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટ માટે યુદ્ધ છેડાઇ રહ્યુ છે, તો બીજી બાજુ ભારતમાં પણ ઘઉંની કિંમતો વધતી જઇ રહી છે. તેની અસર એ થઇ છે કે ઘઉંના ભાવ આસમાને પહોંચેલા જોવા મળી રહ્યા છે. કિંમતો વધવાની સાથે મંડીઓમાંથી તેનો સ્ટોક ગાયબ થઇ રહ્યો છે. ડીલરો અને ખેડુતોની વાત માનીએ તો સરકાર દ્વારા વધારાનો સ્ટોક જારી કરવામાં વિલંબ અને ગયા વર્ષે ઉત્પાદનની કમીથી ઘરેલુ બજારમાં કિંમતો નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ચુકી છે.
નક્કી MSPની ઉપર પહોંચ્યો ભાવ
દુનિયામાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારતમાં તેનો ભાવ સરકાર દ્વારા નક્કી MSPથી ઉપર પહોંચી ચુક્યો છે. દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં તેનો ભાવ 3200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નજીક પહોંચી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે 2023 માટે ઘઉં માટે MSP 2125 રુપિયા પ્રતિ ક્વિંટલ નક્કી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં 2022માં ઘઉંના એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકાયો હતો.
સરકાર પણ ગંભીર
સરકાર પણ ઘઉંના વધતા ભાવને લઇને ગંભીર છે. સરકાર તરફથી કહેવાયુ છે કે તેઓ ભાવ ઘટાડવા માટે ખુબ જ જલ્દી ઉપાય કરશે ખુબ જ જલ્દી ઘઉંની કિંમતો પરનો નિર્ણય લેવાશે. સરકારે દાવો કર્યો છે કે દેશમાં ઘઉંનો પર્પાપ્ત ભંડાર હાજર છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં થયો હિલસ્ટેશનનો અહેસાસ, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું