ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલોમાં આ તારીખે PMJAYમાં સારવાર બંધ રહેશે
- શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને માઠી અસર થવાની શક્યતા
- ગુજરાતની ખાનગી હોસ્પિટલોનું મા યોજનામાં 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી છે
- હોસ્પિટલોમાં માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે
ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલોમાં PMJAYમાં સારવાર બંધ રહેશે. જેમાં રાજ્યની ખાનગી હોસ્પિટલો 26થી 29 ફેબ્રુઆરીએ PMJAYમાં સારવાર બંધ કરવાનો નિર્ણય છે. તેમાં હૃદય રોગ, કિડની, ઓર્થો.ના દર્દીઓને સૌથી વધુ હાલાકી થશે. બાકી પેમેન્ટને લઈ હોસ્પિટલોનું એલાન છે જેમાં PMJAYના દર્દીઓ હેરાન થશે. જેમાં માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ, કમોસમી વરસાદની સંભાવના
શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને માઠી અસર થવાની શક્યતા
ખાનગી હોસ્પિટલોના કરોડો રૂપિયાના પીએમજેએવાય યોજનાના બિલોની રકમ બાકી હોવાથી આર્થિક સંકટ અનુભવતી હોસ્પિટલોએ આ નિર્ણય જાહેર કર્યો છે. પીએમજેએવાય એમ્પેનલ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિયેશન ઓફ ગુજરાતના તબીબોએ આ એલાન આપવાની સાથે કહ્યું છે કે, શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને માઠી અસર થવાની શક્યતા છે. તેમણે જલદી નાણાંની ચુકવણી થાય તે માટે સરકાર સમક્ષ માગણી કરી છે.
આ પણ વાંચો: PM મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, 3 જિલ્લાઓના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
ગુજરાતની ખાનગી હોસ્પિટલોનું મા યોજનામાં 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી છે
ગુજરાતની ખાનગી હોસ્પિટલોનું મા યોજનામાં 300 કરોડથી વધુનું પેમેન્ટ બાકી છે, આ સિવાય અન્ય 500 કરોડનું પેમેન્ટ બાકી છે, એસોસિયેશને જાહેરમાં માગણી કરી એ પછી સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું પેમેન્ટ રિલીઝ કર્યું છે, જે મજાકરૂપ છે, હકીકતમાં આ પેમેન્ટ હોસ્પિટલો ચલાવવા પૂરતું નથી, સરકારની લોકપ્રિય યોજનામાં સેવા આપતી હોસ્પિટલો બાકી પેમેન્ટના કારણે પોતે જ વેન્ટિલેટર પર આવી જાય તેમ છે. બજાજ ઈન્સ્યોરસન્સ કંપની દ્વારા હોસ્પિટલોના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ છે. પીએમજેએ યોજનાના અધિકારીઓ અને સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાંય કોઈ પરિણામ આવ્યું નથી, જેના કારણે નાછુટકે 26થી 29 ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે પીએમજેએવાય યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે.