ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

વરસાદમાં લેધરના સોફાની આ રીતે કરો દેખરેખ, દરેક સીઝનમાં ચમકશે

Text To Speech
  • વરસાદની સીઝનમાં લેધરના સોફાની કેર કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. લેધરના સોફાને ભેજથી બચાવવા અને તેને નવા જેવા રાખવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરો

HD ન્યુઝ ડેસ્કઃ કોઈપણ ઘરનું પહેલું આકર્ષણ ત્યાં રાખવામાં આવેલ સોફા હોય છે. મોટા ભાગના ઘરમાં મોંઘા લેધર સોફાનો ઘરની સજાવટ માટે અને બેસવા માટે ઉપયોગ થાય છે. તેનાથી હોલ કે ડ્રોઈંગ રૂમને રોયલ લુક મળે છે. ચામડાના સોફા જેટલા સુંદર લાગે છે તેટલી જ વરસાદના દિવસોમાં તેની કાળજી પણ લેવી પડે છે. ચોમાસામાં લેધર પર ફૂગ લાગવાનું કે દુર્ગંધ આવવાનું જોખમ વધી જાય છે. લેધર સોફાને ભેજથી બચાવવા અને તેને નવા જેવા રાખવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો. આ ટિપ્સની મદદથી તમે જૂના સોફાને પણ નવા જેવા દેખાડી શકો છો.

લેધર સોફાની આ રીતે કરો સંભાળ

વરસાદમાં લેધરના સોફાની આ રીતે કરો દેખરેખ, નહીં પડે સીઝનની અસર, રહેશે નવા hum dekhenge news

ભેજથી બચાવો

સોફાને દિવાલથી થોડા અંતરે રાખો જેથી હવાનો પ્રવાહ સારો થઈ શકે. બારીઓ ખોલીને રૂમમાં હવા ફરતી રાખો. જો તમારી પાસે ડિહ્યુમિડિફાયર છે, તો તેનો ઉપયોગ કરો.

ધૂળ-માટીથી બચાવો

સોફા પર કોઈ પણ ભીની કે ગંદી વસ્તુઓ ન રાખો. તમારા પગરખાં પહેરીને સોફા પર બેસો નહીં. દરવાજા અને બારીઓ પર મોસ્કિટો નેટ મૂકો જેથી સોફા પર જંતુઓ બેસી ન જાય.

નિયમિત સફાઈ

અઠવાડિયામાં એકવાર નરમ, સૂકા કપડાથી ધૂળ સાફ કરો. મહિનામાં એકવાર લેધર ક્લીનરથી સાફ કરો. ક્લીનર લગાવ્યા પછી તેને સૂકા કપડાથી લૂછી લો.

કન્ડિશનિંગ કરો

મહિનામાં એક વાર લેધર કન્ડિશનર લગાવો. તે લેધરને નરમ અને ચમકદાર રાખવામાં મદદ કરશે.

દુર્ગંધ દૂર કરવા

સોફા પર બેકિંગ સોડા છાંટીને થોડા કલાકો માટે છોડી દો. પછી તેને વેક્યૂમ ક્લીનરથી સાફ કરો. વિનેગર અને પાણીનું સોલ્યુશન બનાવો અને સોફા સાફ કરો. તે ગંધ દૂર કરવામાં મદદ કરશે.

ફૂગથી બચાવો

જો સોફા પર ફૂગ લાગી ગઈ હોય, તો સ્પ્રે બોટલમાં વિનેગર અને પાણીનું મિક્સચર બનાવીને તેના પર સ્પ્રે કરો. થોડી વાર પછી તેને સ્વચ્છ કપડાથી સાફ કરી લો.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • હંમેશા લેધર માટે બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરો
  • વધુ પડતા પાણીનો ઉપયોગ કરશો નહીં.
  • સીધા સૂર્યપ્રકાશથી સોફાને બચાવો.
  • જો સોફા પર ડાઘ લાગે તો તરત જ સાફ કરો.

આ પણ વાંચોઃ ઘરનું કરિયાણું લેવામાં વધુ ખર્ચ કરી બેસો છો? તો આ આઈડિયાથી બજેટમાં બનશે બિલ

Back to top button