ટ્રેન્ડિંગનેશનલ

નાસિકમાં સોનાના વેપારીનાં ઘરમાંથી મળ્યો ખજાનો, 26 કરોડ રોકડા, 90 કરોડની સંપત્તિ જપ્ત

Text To Speech
  • આવકવેરા વિભાગે 30 કલાક સુધી કરી સતત કાર્યવાહી
  • ટેક્સ ચોરી કરનારાં વેપારીઓમાં જોવા મળ્યો ભયનો માહોલ

મહારાષ્ટ્ર, 26 મે: મહારાષ્ટ્રનાં નાસિકમાં આવકવેરા વિભાગની ટીમે સોનાનાં વેપારીનાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગની ટીમે અહીંથી 26 કરોડ રૂપિયાની રોકડ અને 90 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આવકવેરા વિભાગનાં દરોડા લગભગ 30 કલાક સુધી ચાલુ રહ્યાં. આવકવેરા વિભાગનાં અધિકારીઓએ બંગલામાં ફર્નિચર તોડીને નોટો કાઢી.

નાસિકનાં આ બુલિયન બિઝનેસમેનનાં ઘર પર દરોડાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આવકવેરા વિભાગની ટીમે નાસિકનાં કેનેડા કોર્નર વિસ્તારમાં સ્થિત સુરાના જ્વેલર્સ અને તેનાં કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતાં. બે દિવસ સુધી ચાલેલા આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી. આવકવેરા વિભાગ દ્વારા કરચોરીની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આવકવેરા વિભાગનાં રડાર પર હતાં વેપારીઓ

નાસિક, નાગપુર અને જલગાંવની ટીમોનાં 50 અધિકારીઓએ મળીને આ કાર્યવાહીમાં ભાગ લીધો. અચાનક દરોડાનાં કારણે ટેક્સ ચોરી કરનારા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી ટેક્સ ચોરી કરનારા વેપારીઓ આવકવેરા વિભાગનાં રડાર પર છે. જે જગ્યાએ દરોડો ચાલી રહ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતાં.

મનમાડમાં આઈટીના દરોડા

નાસિકની જેમ મનમાડ શહેરમાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. આવકવેરા વિભાગે માલેગાંવમાં એક વેપારીનાં ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતાં. છેલ્લા કેટલાક મહિનાઓથી આવકવેરા વિભાગની ટીમ રાજ્યમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. આ દરોડામાં મોટી માત્રામાં બિનહિસાબી સંપત્તિનો ખુલાસો થઈ રહ્યો છે. નાસિકમાં બુલિયન વેપારીઓનાં ઘરો પર દરોડા પડતાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: દિલ્હી: બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ, 7 નવજાત શિશુ બળીને ખાખ, 5 હોસ્પિટલમાં દાખલ

Back to top button