Viral Video : TRB જવાન રોકડી કરવામાં વ્યસ્ત, ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ભર્યા પગલાં
TRB જવાનના કામગીરી સામે ફરી એકવારા વિવાદ સામે આવી રહ્યો છે. સુરતના ત્રણ TRB જવાનોનો તોડપાણી કરતો વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરાઈ અને ત્રણેય TRB જવાનોને સસ્પેન્ડ કરાયા હતા. TRB જવાનો હજીરા વિસ્તારમાં ટેન્કરો સહિત અન્ય વાહનોને અટકાવી રોકડી કરી રહ્યા હતા.
સુરતમાં એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. જાગૃત નાગરિકે ત્રણેય ટીઆરબી જવાનોનો ઉઘડો લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે. રોકડી કરતા ઝડપાઇ ગયા બાદ ત્રણેય TRB જવાનો ભાગી છૂટ્યા હતા.
#ViralVideo : સુરતમાં TRB જવાનનો વીડિયો થયો વાયરલ
– જેમાં ત્રણ TRB જવાન હજીરા રોડ પર મોટા વાહનો પાસે કરી રહ્યા હતા તોડપાણી
– કેમેરા સામે આવતાં જ મોઢું છુપાવી દોડવા લાગ્યા TRB જવાન#Surat #SuratTRB #Gujarat #TRB #SuratViralVideo #HumDekhenge pic.twitter.com/Laro2PSbjS— Hum Dekhenge News (@humdekhengenews) July 4, 2022
વીડિયો વાયરલ થયા બાદ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસના અંતે ત્રણેય TRB જવાનો પર આરોપ સાબિત થતો હોવાથી સસ્પેન્ડ કરાયા હતા. સુરત ટ્રાફિક ડીસીપી અનિતા વાણાનીએ આ જવાનોને સસ્પેન્ડ કર્યા હતા.