ટ્રેન્ડિંગવર્લ્ડ

પ્રાઈવેટ જેટમાં મુસાફરી, 284 કરોડની સંપત્તિ! PM હસીના પોતાના નોકરની સંપત્તિથી દંગ

Text To Speech
  • નોકરના સત્ય વિશે જાણ થતાં વડાપ્રધાન શેખ હસીનાએ તેની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા

ઢાંકા, 18 જુલાઇ: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના ઘરમાં નોકર તરીકે રહેતો એક વ્યક્તિ અબજોપતિ બની ગયો છે. તે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરે છે અને હવે અમેરિકામાં રહે છે. જ્યારે શેખ હસીનાને આ વાતની જાણ થઈ તો તેઑ પોતે પણ દંગ રહી ગયા. તેમણે કહ્યું કે, જ્યારે સામાન્ય લોકોને આટલા પૈસા કમાવવામાં 13 હજાર વર્ષ લાગે છે, ત્યારે તેમણે આટલી મોટી રકમ કેવી રીતે કમાઈ. આ વ્યક્તિ હાલમાં અમેરિકા ભાગી ગયો છે. સ્થાનિક અહેવાલ અનુસાર, તેમની 284 કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે. નોકર વિશે સત્ય બહાર આવ્યા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ તપાસના આદેશ આપ્યા છે.

બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે

ઢાકા ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, આ વ્યક્તિનું નામ જહાંગીર આલમ છે અને તે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતો હતો. એવું પણ બહાર આવ્યું છે કે, તે શેખ હસીનાની ઓફિસમાં કામ કરે છે તેમ કહીને લોકો પાસેથી પૈસા લૂંટતો હતો, જ્યારે તે વડાપ્રધાનના ઘરે મહેમાનોને ચા, પાણી અને નાસ્તો પીરસતો હતો. ત્યારે કામ કરાવવાના બહાને તે લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવતો હતો. બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં જહાંગીર આલમનું નામ પણ સામેલ છે. આ યાદીમાં પૂર્વ આર્મી ચીફ, પોલીસ ઓફિસર અને ટેક્સ ઓફિસર જેવા વરિષ્ઠ અધિકારીઓના નામનો ઉલ્લેખ છે.

આ જાણીને ખુદ વડાપ્રધાન શેખ હસીના પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું, ‘મારા ઘરે કામ કરનાર વ્યક્તિ આજે કરોડોની સંપત્તિનો માલિક છે. તેણે આટલા પૈસા ક્યાંથી કમાયા? એક સામાન્ય બાંગ્લાદેશીને આટલી સંપત્તિ ભેગી કરવામાં 13 હજાર વર્ષ લાગી શકે છે. સરકાર આ મામલાની ગંભીરતાથી તપાસ કરશે.

સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસમાં જહાંગીર આલમનું નામ બહાર આવ્યું છે. રિપોર્ટ અનુસાર, પૂર્વ આર્મી ચીફ અઝીઝ અહેમદ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે એન્ટિ-કરપ્શન કમિશને તેમની ઘણી સંપત્તિઓ જપ્ત કરી લીધી છે અને તેમના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરી દીધા છે.

આ પણ જૂઓ: બાંગ્લાદેશમાં હિંસાને પગલે ભારતીય દૂતાવાસે નાગરિકો માટે એડવાઈઝરી-હેલ્પલાઈન જારી કરી

Back to top button