ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ એરપોર્ટ પરથી પ્રવાસ મોંઘો બનશે, નવો ટેરિફ ઓર્ડર આવ્યો

Text To Speech

પહેલી ફેબ્રુઆરીથી અમદાવાદ એરપોર્ટ પરથી પ્રવાસ મોંઘો બનશે. જેમાં એક વર્ષ માટે રૂ.250થી 550નો યૂઝર ડેવલોપમેન્ટ ચાર્જ વધારાશે. તેમાં અદાણી ગ્રુપ સંચાલિત એરપોર્ટ માટે AERAનો નવો ટેરિફ ઓર્ડર આવ્યો છે. જેમાં પહેલી ફેબ્રુઆરીથી હવાઈ ભાડા વધશે.

આ પણ વાંચો: 2024 લોકસભા ચૂંટણી: વિરોધીઓની ડિપોઝીટ ડુલ કરવા સી.આર.પાટીલે આપ્યો કાર્યકરોને ટાસ્ક

રૂ. 250 (ડોમેસ્ટિક) અને રૂ. 550 (આંતરરાષ્ટ્રીય)

અદાણી ગ્રુપ સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (એઈઆરએ) દ્વારા ઈસ્યુ કરાયેલા એરોનોટિકલ ટેરીફ ઓર્ડર મુજબ અમદાવાદથી બહારના સ્થળો પર વિમાનમાં મુસાફરી આવતા મહિનાથી વધુ મોંઘી બનશે. હાલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે યુઝર ડેવલપમેન્ટ ફી ( યુડીએફ) રૂ. 100 છે. જે પહેલી ફેબ્રુઆરી, 2023થી ત્રીજી માર્ચ, 2024 સુધીમાં સમયાંતરે રૂ. 250 (ડોમેસ્ટિક) અને રૂ. 550 (આંતરરાષ્ટ્રીય) થશે.

આ પણ વાંચો: આ પરીક્ષાર્થીઓને સેન્ટર પરથી માસ્ક અપાશે, પોતાનું માસ્ક ચાલશે નહીં

ડોમેસ્ટિક માટે રૂ.450 અને આંતરરાષ્ટ્રીય માટે રૂ.880

આ પછી, પહેલી એપ્રિલ,2024થી 31 માર્ચ,2025 સુધીમાં ડોમેસ્ટિક માટે રૂ.450 અને આંતરરાષ્ટ્રીય માટે રૂ.880 થશે. 31-03-2026 સુધીમાં યુડીએફ ડોમેસ્ટિક ફ્લાઈટમાં રૂ.600 અને આંતરરાષ્ટ્રીયમાં રૂ.1,190 થશે. આ જ રીતે એરોનોટિકલ ટેરીફની જેમ આવતા મહિનાથી લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં પણ ક્રમનિર્ધારણ મુજબ વધારો કરાશે. જેથી, પહેલી ફેબ્રુઆરીથી હવાઈ ભાડા વધશે. જેમાં પહેલી ફેબ્રુઆરી કે પછીથી લેવાયેલી ટિકિટ પર રિવાઈઝડ યુડીએફ લાગુ પડશે. એઈઆરએ વર્ષ 2020થી બે વિરોધી જરુરિયાતો વચ્ચે બરાબર રીતે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે.

Back to top button