12 દિવસ સુધી ફરો ગુજરાતની સુંદર જગ્યાઓ પર, IRCTCનો નવો ટૂર પ્લાન
- જો તમે પણ ફેમિલિ કે ફ્રેન્ડ્સ સાથે ગુજરાત ફરવાનું વિચારી રહ્યા છો તો IRCTCનું નવું પેકેજ બેસ્ટ છે. તેમાં તમને ગુજરાતની સુંદર જગ્યાઓ પર ફરવાનો લ્હાવો મળશે
દેશમાં ગુજરાતની પોતાની એક અલગ ઓળખ છે. ગુજરાત ખરેખર ફરવા માટે એક બેસ્ટ રાજ્ય છે. અહીં મંદિરથી લઈને પાર્ક, રણ સહિત અનેક જગ્યાઓ જોવાલાયક છે. દેશની સાથે ગુજરાતમાં ફરવા માટે વિદેશથી પણ ટૂરિસ્ટ આવે છે. પરિવાર સાથે ફરવા માટે ગુજરાત બેસ્ટ વિકલ્પમાંનું એક છે. જો તમે પણ ફેમિલિ કે ફ્રેન્ડ્સ સાથે ગુજરાત ફરવાનું વિચારી રહ્યા છો તો IRCTCનું નવું પેકેજ બેસ્ટ છે. તેમાં તમને ગુજરાતની સુંદર જગ્યાઓ પર ફરવાનો લ્હાવો મળશે.
12 દિવસના પેકેજમાં ફરો ગુજરાત
ગુજરાતમાં ફરવા માટે તમે IRCTCનું એક 11 રાત અને 12 દિવસ વાળું પેકેજ બુક કરાવી શકો છો. આ પેકેજનું નામ Glory Of Gujarat Ex Puri છે. આ પેકેજ દર સોમવારે શરૂ થાય છે. પેકેજની શરૂઆત ભુવનેશ્વર/પુરીથી થાય છે. પેકેજમાં તમે જે જગ્યાએ ફરશો તે છે વડોદરા, કેવડિયા, અમદાવાદ, રાજકોટ, સોમનાથ અને દ્વારકા.
IRCTCનું ગુજરાત ટ્રેન ટૂર પેકેજ
આ પેકેજમાં ટ્રાવેલિંગ મોડ ટ્રેન હશે. જેમાં તમારી પાસે ટિકિટના બે વિકલ્પો હશે. પહેલો વિકલ્પ થર્ડ એસી અને બીજો વિકલ્પ સ્લીપર ક્લાસ હશે. મીલ પ્લાનમાં તમે બ્રેકફાસ્ટની સાથે લંચ કે ડિનરમાંથી કોઈ એકની પસંદગી કરી શકો છો. યાત્રીઓને પેકેજમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.
થર્ડ એસી અને સ્લીપર ક્લાસની કિંમત
જો તમે થર્ડ એસી પેકેજ સાથે મુસાફરી કરો છો, તો તમારે સિંગલ બુકિંગ પર 80,095 રૂપિયા ખર્ચવા પડશે. બે લોકો માટે શેરિંગ પેકેજની કિંમત 45,750 રૂપિયા અને ત્રણ લોકો માટે કિંમત 36,755 રૂપિયા હશે. બાળકો માટેનું ભાડું રૂ. 24,155 થી રૂ. 21,370 વચ્ચે છે.
સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા માટે, તમારે સિંગલ બુકિંગના રૂ. 75,200 , બે લોકો માટે રૂ. 40,855 અને ત્રણ લોકો માટે 31,860 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં બાળકોની કિંમત રૂ.19,255 થી રૂ.16,470ની વચ્ચે થશે.
આ પણ વાંચોઃ બુદ્ધ સર્કિટ ફરવું હોય તો જાણી લો આ પેકેજ, IRCTCની બંપર છૂટ