શુક્રનું આજથી મેષ રાશિમાં ગોચરઃ આ લોકોને થશે બમ્પર લાભ
શુક્રનું 12 માર્ચ એટલે કે આજે સવારે 8.13 મિનિટે રાશિ પરિવર્તન થયું છે. શુક્રને સુખ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. શુક્રને પ્રેમ અને સુંદરતાનો કારક માનવામાં આવે છે. સાથે સાથે શુક્ર સંપન્નતા માટે પણ ઓળખાય છે. જો શુક્રની સ્થિતિ કુંડળીમાં સારી હશે તો જીવનમાં પ્રેમ અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. મેષ રાશિમાં પહેલેથી જ રાહુ હાજર છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ ભોગ અને વિલાસિતા માટે ઓળખાય છે. શુક્ર અને રાહુ વચ્ચે ગુરુ અને શિષ્યનો સંબંધ છે. મેષ રાશિમાં શુક્ર ગ્રહ રોમેન્ટિક હોવાની સાથે સાથે સાહસી અને જોખમ ઉઠાવનાર પણ હોઇ શકે છે. શુક્રનું મેષ રાશિમાં ગોચર આ રાશિઓ માટે સારા દિવસો લાવશે.
મેષ
શુક્રનું આ ગોચર મેષ રાશિના લગ્ન ભાવમાં છે. તે મેષ રાશિના લોકો માટે શુભ પ્રભાવ લઇને આવશે. આ ગોચરથી મેષ રાશિના જાતકોની પર્સનાલિટીમાં સકારાત્મક પરિવર્તન આવશે. આ સમયે પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક લાભ થશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે.
મિથુન
મિથુન રાશિ માટે ગોચર અગિયારમાં ભાવમાં રહેશે. શુક્ર અને રાહુની યુતિથી તમને દરેક ક્ષેત્રમાં સારા પરિણામ મળશે. તમને અચાનક ધનની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં સીનિયર્સ અને સહકર્મીઓનો સહયોગ મળશે. પ્રમોશનની શક્યતાઓ છે. ભૌતિક સુખ મળશે અને રોકાયેલા કામ પુરા થશે.
સિંહ
શુક્રનું આ ગોચર સિંહ રાશિના નવમાં ભાવમાં થવા જઇ રહ્યુ છે. આ સાથે જ રાહુ ત્યાં પહેલેથી જ હાજર છે. શુક્ર અને રાહુની યુતિ જીવનમાં સકારાત્મક પ્રભાવ લઇને આવશે. સિંહ રાશિના જાતકો કોઇ પણ નિર્ણય ઉતાવળમાં આવીને ન લે. હાલમાં તમારે તમારી જાતને સંયમિત રાખવાની ખુબ જરૂર છે. નોકરી બદલવાનું વિચારતા હો તો તમને સારી નોકરી મળવાનો યોગ છે.
ધન
શુક્રનું આ ગોચર ધન રાશિના પંચમ ભાવમાં થવા જઇ રહ્યુ છે. શુક્રના આ ગોચરથી ધન રાશિને સારા પરિણામો મળશે. પરિણિત જોડાઓ માટે આ ગોચર શુભ રહેશે. શિક્ષણની દ્રષ્ટિએ પણ આ ગોચર સારુ રહેશે. પૈસા કમાવવા કે લાભ મેળવવા માટે સારો સમય છે. પરેશાનીઓનો સમય જલ્દી પુરો થશે.
મીન
મીન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર દ્રિતિય ભાવમાં રહેશે. મીન રાશિના જાતકોને આકસ્મિક લાભ થશે. સપ્તમ દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ પર છે તો સાસરી પક્ષ સાથે પણ સારા સંબંધો રહેશે. તમે લોકોને તમારી તરફ પ્રભાવિત કરી શકશો. ખર્ચા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
આ પણ વાંચોઃ શું એલન મસ્ક અમેરિકાની સિલિકોન વેલી બેંક પણ ખરીદશે? જાણો શું કહ્યું