બુધનું મેષ રાશિમાં ગોચરઃ આ પાંચ રાશિઓની કમાણીમાં અચાનક થશે વૃદ્ધિ
તમામ નવ ગ્રહોમાં સૌથી તેજ ચાલનારો બુધ ગ્રહ 31 માર્ચના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. આ ગોચર બપોરે 2.44 મિનિટ પર થશે. હિંદુ નવવર્ષનો આરંભ થયા બાદ આ ગોચર થશે. બુધ મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં પહેલેથી જ હાજર રાહુ અને શુક્ર સાથે મળીને તે ત્રિગ્રહી યોગ બનાવશે. બુધ તમામ જાતકોના કરિયર અને શીખવાની ક્ષમતા પર નિયંત્રણ કરે છે. બુધ-રાહુ-શુક્રના આ ત્રિગ્રહી યોગથી નવસંવત્સરમાં કેટલીયે રાશિઓને કમાણીના યોગ બની રહ્યા છે. આ વખતે ગોચરના પ્રભાવથી રાશિ ચક્રની પાંચ રાશિઓને ખાસ લાભ થશે. તેમની કમાણીમાં અચાનક વધારો થશે અને કરિયરમાં સારા મોકા મળશે.
મિથુન
મિથુન રાશિ માટે બુધનું ગોચર શુભ પ્રભાવ લાવશે. આ ગોચર તમારી રાશિના 11માં ભાવમાં હશે, જે તમારી આર્થિક સ્થિતિ, ઇચ્છા અને મોટા ભાઇ બહેન સાથે સંબંધ ધરાવે છે. આ ભાવમાં ગોચર થવાથી તમને તમારી મહેનતનું શુભ ફળ મળશે. તમારી મનોકામના પુર્ણ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સંપતિ ખરીદીના યોગ બનશે. આવકના અન્ય સ્ત્રોત ખુલશે. સામાજિક વ્યાપ વધશે અને સંબંધો મજબુત બનશે.
કર્ક
કર્ક રાશિના લોકોના જીવનમાં બુધ ગોચરના ખુબ શુભ પ્રભાવ પ્રાપ્ત થશે. કરિયરમાં સફળતા મળશે. કરિયરમાં સારા અવસરો મળશે. તમે તમારા ઘરના અથવા કોઇ નજીકના મિત્રો સાથે રહીને તમારો બિઝનેસ શરૂ કરી શકો છો. માતાનો સાથ મળશે. પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે.
સિંહ
બુધ ગોચરથી આર્થિક સમૃદ્ધિ વધશે. ગોચર સમયે બુધ તમારા નવમાં ભાવમાં પ્રવેશ કરશે. તે ધર્મ, પિતા, તીર્થ યાત્રા અને ભાગ્યને દર્શાવે છે. તમે ધન સંચય કરવામાં સફળ રહેશો. આ સાથે તમારી મનોકામનાઓ પુર્ણ થશે. ધાર્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો ઝુકાવ વધશે. તમે તીર્થયાત્રા પર જઇ શકો છો. તમારા ખર્ચા વધશે, આવક પણ વધશે.
તુલા
બુધનું આ ગોચર તુલા રાશિના લોકોને શુભ પ્રભાવ આપશે. બધા સાથેના રિલેશન મજબુત થશે. જીવનમાં સફળતાનો સમય આવશે. પાર્ટનર મળશે. નવા અવસરો મળશે. કરિયરમાં ઉંચાઇઓ પ્રાપ્ત થશે. કાયદાકીય કાર્યવાહીથી સતર્ક રહેજો. સ્વાસ્થ્ય બગડી શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરશો તો સફળ રહેશે. સ્વસ્થ આહાર લેજો.
મીન
મીન રાશિના જાતકોને બુધ ગોચરના પ્રભાવથી કરિયરમાં સફળતા મળશે. તમને શાનદાર મોકા મળી શકે છે. તે તમારા જીવનમાં મીલનો પથ્થર સાબિત થશે. પ્રેમમાં હો તો લગ્ન અંગે વિચારજો. સાસરીયાંઓનો સહયોગ મળશે. શાનદાર પ્રોપર્ટી ખરીદીના પણ યોગ છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ ૧૨મી સદીના વિષ્ણુ મંદિરમાં રહેલી મૂર્તિનું સ્વરૂપ ભારતમાં બીજે ક્યાંય નથી