ટ્રાન્સજેન્ડર પ્રેગ્નેન્ટ: દેશનો પ્રથમ કિસ્સો, 3 વર્ષથી સાથે રહેતા હતા ટ્રાન્સ યુગલની અનોખી પ્રેમ કહાની
સમાજ માટે એક નવો જ કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં કેરળના કોઝિકોડમાં એક ટ્રાન્સજેન્ડર યુગલ માતા-પિતા બનશે. છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહેતા જહાદ અને જિયા પાવલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે માર્ચ મહિનામાં બાળકને જન્મ આપશે. જિયાએ જહાદ સાથે એક ફોટો પણ શેર કર્યો છે જેમાં જહાદ પ્રેગ્નેન્ટ દેખાય છે. દેશનો આ પ્રથમ કિસ્સો છે, પુરુષ ટ્રાન્સજેન્ડર એક બાળકને જન્મ આપશે.
જિયા પાવલ એક ડાન્સર છે. તે પુરુષ હતી અને મહિલા ટ્રાન્સજેન્ડર બની. જહાદ છોકરી હતો અને તે પુરુષ ટ્રાન્સજેન્ડર બન્યો. પ્રેગ્નેન્ટ થવા માટે જહાદે તે પ્રક્રિયાને બંધ કરી દીધી, જેના લીધે તે મહિલાથી પુરુષમાં તબદીલ થઇ રહ્યા હતા.
આ પણ વાંચો : ‘ટ્રાન્સજેન્ડર’ના અવતારમાં જોવા મળ્યો નવાઝુદ્દીન સિદ્દીકી : ફેન્સે કહ્યુ – અત્યાર સુધીનું શ્રેષ્ઠ પાત્ર !
જહાદની પાર્ટનર જિયાનું ઇન્સ્ટાગ્રામ…
“અમે માં બનવાનું મારું સ્વપ્ન અને પિતા બનવાનું મારા પાર્ટનરનું સ્વપ્નને સાકાર કરવાના છીએ. 8 મહિનાનું ભ્રૂણ હવે જહાદના પેટમાં છે હું જન્મથી કે શરીરથી એક મહિલા ન હતી. પરંતુ મારી અંદર એક સ્વપ્ન હતું કે મને કોઈ ‘માં’ કહે…અમે ત્રણ વર્ષથી એકબીજાના રિલેશનમાં છીએ. મારે માં બનવાના સપનાની જેમ જ જહાદનું પિતા બનવાનું સપનું છે અને આજે 8 મહિનાની જિંદગી એની સંમતિથી એના પેટમાં છે.
જયારે અમે સાથે રહેવાનું શરુ કર્યું તો અમે વિચાર્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડરથી અલગ હોવું જોઈએ. મોટાભાગે ટ્રાન્સજેન્ડર યુગલને સમાજ અને તેના પરિવારજનો બહિષ્કાર કરતા હોય છે. અમે એક બાળક ઈચ્છતા હતા જેથી આ દુનિયામાં અમારા દિવસો પુરા થયા પછી પણ કોઈ અમારું પોતાનું હોય. જયારે અમે બાળકનો નિર્ણય લીધો ત્યારે જહાદની બ્રેસ્ટ રિમુવલની પ્રક્રિયા ચાલતી હતી. જેને ગર્ભાવસ્થા માટે રોકવામાં આવ્યું.”
આ પણ વાંચો:સુષ્મિતા શેનનો તાલી લુક: કિન્નરના રોલમાં જોવા મળશે અભિનેત્રી
પહેલા બાળકને દત્તક લેવાની યોજના હતી
મીડિયા રિપોર્ટ અનુસાર, યુગલે પહેલા બાળક દત્તક લેવાની યોજના બનાવી હતી અને તે માટેની પ્રક્રિયાની પૂછપરછ પણ કરી હતી પરંતુ કાયદાકીય પ્રક્રિયા પડકારજનક હતી. કારણકે તે એક ટ્રાન્સજેન્ડર યુગલ છે તેના કારણે જ તેમને નિર્ણય પડતો મુક્યો.
બ્રેસ્ટ મિલ્ક બેંકથી બાળકને દૂધ પીવડાવવામાં આવશે
જિયાએ પોતાના પરિવાર અને ડોક્ટરના સ્પોર્ટ માટે અભાર માન્યો છે. બાળકને જન્મ આપ્યા પછી જહાદ પુરુષ બનવાની પ્રક્રિયાને ફરીથી શરૂ કરશે. જિયાએ કહ્યું- અમને મેડિકલ કોલેજની બ્રેસ્ટ મિલ્ક બેંકમાંથી બાળક માટે દૂધ મળવાની આશા છે.
આ પણ વાંચો:અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો થયો, ગૃહિણીના બજેટ પર માર પડ્યો
સોશિયલ મીડિયા યુઝર બોલ્યા- સાચા પ્રેમની કોઈ સીમા નથી
ઇન્સ્ટાગ્રામ પોસ્ટને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી છે અને લોકો ટ્રાન્સ યુગલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ઇન્ટરનેટ યુઝર્સે બંનેને તેઓના ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી. લોકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, અભિનંદન…આ ખૂબ જ સુંદર વાત છે જેને અમે આજે ઇન્સ્ટાગ્રામ પર જોઈ છે. સાચા પ્રેમની કોઈ સીમા નથી. તમને વધુ શક્તિ મળે.
આ પણ વાંચો:શું તમે પણ સોશિયલ મીડિયા પર આ કામ કરો છો ? તો થશે રૂ.50 લાખ સુધીનો દંડ, આવી રહ્યા છે નવા નિયમો