ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં ટ્રાન્સફોર્મર અચાનક બ્લાસ્ટ,  રસ્તા પરથી પસાર થઈ રહેલ યુવક ગંભીર રીતે દાઝ્યો

Text To Speech
  • સુરતના પાંડેસરામાં GEBના ટ્રાન્સફોર્મર અચાનક બ્લાસ્ટ
  • રસ્તા પરથી પસાર થઈ રહેલ મજૂર દાઝ્યો
  • મિલ કર્મચારીઓએ ફાયર ફોર્મ વડે આગ પર કાબુ મેળવ્યો

સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ અંબાજી ડાઈંગ મિલની બહાર GEBના ટ્રાન્સફોર્મર અચાનક બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો.

સુરતમાં ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ

સુરતમાં GEBના ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જાણકારી મુજબ સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ અંબાજી ડાઈંગ મિલની બહાર આવેલ GEBના ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

 રસ્તા પરથી પસાર થઈ રહેલ મજૂર દાઝ્યો

બ્લાસ્ટની આ ઘટના દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જાણકારી મુજબ આ વ્યક્તિ 45 વર્ષનો છેઅને તેનું નામ ઇન્દ્રજીત સિંગ છે.તે હાલ સુરતના વડોદના ગણેશનગર ખાતે રહે છે. અને તે પાંડેસરા વિસ્તારમાં જીઆઇડીસીમાં આવેલ અંબાજી ડાઇંગ મિલમાં મજૂરી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે. ઇન્દ્રજીત ઘરેથી જમીને પરત મિલ પર આવી રહ્યો હતો આ દરમિયાન યે ડાઇંગ મિલની બહાર લગાવવામાં આવેલ GEBના ટ્રાન્સફોર્મરમા ધડાકાભેર બ્લાસ્ટ થતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાને જોતા મિલ કર્મચારીઓ દોડી આવ્યા હતા આ વ્યક્તિના શરીર પર ફાયર ફોર્મ છાંટી આગ ઓલવી હતી. અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

મિલ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા

આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો જો કે ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી તે પહેલાં આસપાસથી મિલ કર્મચારીઓએ ફાયર ફોર્મ વડે આગ પર કાબુ મેળવી લીધો હતો.

 આ પણ વાંચો : આપના નેતા ઇસુદાન ગઢવી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, જાણો શું છે મામલો

Back to top button