ગુજરાત

ગાંધીનગરમાં વિવિધ વરિષ્ઠ અધિકારીઓની બદલી

Text To Speech

ગુજરાત રાજ્યમાં ચૂંટણીઓ નજીક હોવાના સમયે વિવિધ વિભાગોમાં બદલીઓ ચાલી રહી છે. જેમાં વિવિધ અધિકારીઓની સાથે ઉચ્ચ અધિકારીઓના બદલીનો સમય પણ ચાલી રહ્યો છે. જેમાં એડિસનલ ડિરેક્ટર તરીકે સચિવાલયમાં ફરજ બજાવતા કલાસ-1 અધિકારી સી.એ.ગાંધીની બદલી નર્મદા-રાજપીપળામાં રેસીડન્ટ એડિશનલ ક્લેકટર તરીકે કરવામાં આવી છે.

Transfer Gujarat IAS 01

જ્યારે સાથે જ આર.એસ.દેસાઈની અગાઉ રિજીનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર તરીકે કરવામાં આવેલી બદલી હાલ પૂરતી અટકાવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સોસયટી ગાંધીનગરના એડિશનલ ક્લકેટર જે.બી.દેસાઈને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

Transfer Gujarat IAS

આ સાથે જ લાંબા સમયથી ઘણાં સ્થાનો પર બદલીઓ ચાલી રહી છે. જેમાં વિવિધ અધિકારીઓને નિયત સ્થાનો પર બદલાવ કરવામાં આવી રહી છે. તેમજ સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ તાત્કાલિક ધોરણે નિર્ણય કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો : AAP નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ગૃહ રાજ્યમંત્રી અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બદનક્ષીની ફરિયાદ દાખલ

Back to top button