રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 9 અધિકારીની બદલી, જાણો સંપૂર્ણ વિગત


છેલ્લા ઘણાં સમયથી મહેસુલ ખાતાની વિવિધ બઢતી અને બદલીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 9 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે પોસ્ટિંગ માટે રાહ જોતા 9 અધિકારીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ બદલી અને બઢતીનો સિલસિલો શરૂ થયો છે.
આ પણ વાંચો : અમદાવાદ : પ્રદૂષણ અટકાવવા માટે કમિશ્નરે નવા-જૂના કન્સ્ટ્રક્શન માટે જાહેર કરી આવશ્યક સૂચના
આ બદલીમાં જોવામાં આવે તો એસ.ડી પટેલ, પી.સી દવે, શ્વેતા પટેલ, સુશીલ પરમાર, કે.એસ ગઢવી, વી.એ પંચાલ, એચ.બી કોદારવી, ડી.એસ નિનામાનો સમાવેશ થાય છે. મહેસૂલ વિભાગે નોટિફિકેશન જાહેર કરીને આ અધિકારીઓને પોસ્ટિંગ આપ્યું છે. ત્યારે બદલી અને પોસ્ટિંગ થયેલા અધિકારીઓની યાદી નીચે મુજબ છે…
નોંધનીય છેકે બે દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં 52 નાયબ મામલતદારોની સાગમટે બદલી કરી દેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પુરવઠા ઓફિસ, પ્રાંત ઓફિસ અને મામલતદાર કચેરીમાં અલગ અલગ વિભાગમાં ફરજ બતાવતા કુલ 52 અધિકારીઓની બદલીનો હુકમ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરે બદલીનો કર્યો હતો હુકમ
ચૂંટણી સમયે ફરજમાં નિમાયેલ અધિકારીઓની કામગીરી પૂર્ણ થતા અને વહીવટી સરળતા ખાતર જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લામાં એક સાથે 52 નાયબ મામલતદારોની આંતરિક બદલીનો હુકમ કર્યો હતો.