ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના 6 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

Text To Speech

નવી સરકારની રચના થતા IAS અધિકારીઓની બદલીનો દોર પણ શરુ થઈ ગયો છે એક પછી એક IAS અધિકારીઓની બદલી કરાવામાં આવી રહી છે. ત્યારે આજે ગુજરાત કેડરના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં પહેલા જ  મોટી કાર્યવાહી કરાઈ છે.ત્યારે આજે  6 IAS અધિકારીઓની  સચિવાલય ગાંધીનગરથી અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. તેમને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

જાણો ક્યાં અધિકારીની ક્યા મૂકાયા

કુમારી કંચન વિરમગામના આસિ.કલેક્ટર ,નાતિશા માથુર અંકલેશ્વરના આસિ.કલેકટર, યુવરાજ સિદ્ધાર્થ પાલીતાણાના આસિ.કલેકટર, જયંત કિશોર માંકલે હિંમતનગરના આસિ.કલેકટર, કુમારી દેવાહુતી ગોંડલના આસિ.કલેકટર યોગેશ શિવકુમાર કપાશે ડભોઇના આસિ.કલેકટર તરિકે નિમણૂક કરવામાં આવી છે.

અધિકારીઓની બદલી-humdekhengenews
કંચન IAS અન્ડર સેક્રેટરી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય, ગાંધીનગરથી બદલી કરવામાં આવી છે અને અમદાવાદ જિલ્લાના વિરમગામ, મદદનીશ કલેક્ટર, તરીકે નિમણૂક કરવામાં આવી છે. નતિશા માથુર, IAS, IAS,ની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અન્ડર સેક્રેટરી, ગાંધીનગરથી બદલી કરીને ,ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મદદનીશ કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ અન્ય  IAS અધિકારીઓની  પણ સચિવાલય ગાંધીનગરથી અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો : પીએમ મોદીનો છે ઘણો મોટો પરિવાર, જાણો કોણ કોણ છે પરિવારમાં

Back to top button