

- પ્રિન્સિપાલ આરોગ્ય સચિવ તરીકે ધનંજય ત્રિવેદીની નિમણુંક
- આરોગ્ય, મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશન કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણુંક
- કલ્પસરના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે શમીના હુસૈનની વરણી
- આલોક પાંડેને યુથ સર્વિસીસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીના કમિશનરનો વધારાનો ચાર્જ સોંપાયો
રાજ્ય સરકારે આજે સોમવારે મોડી સાંજે રાજ્યના 4 IASની બદલીનો હુકમ બહાર પાડ્યો છે. જેમાં રાજ્યના નવા પ્રિન્સિપાલ આરોગ્ય સચિવ તરીકે ધનંજય ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત નવા આરોગ્ય, મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશન કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણુંક કરાઈ છે. જ્યારે કે, નર્મદા વોટર રી-સોર્સીસ એન્ડ સપ્લાય તથા કલ્પસરના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે શમીના હુસૈનની વરણી કરવામાં આવી છે. ઉપરાંત સનદી અધિકારી આલોકકુમાર પાંડેને યુથ સર્વિસીસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીના કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.