કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ જિલ્લાના 34 નાયબ મામલતદારોની બદલી : 26ને ચૂંટણી ફરજ સોંપાઈ

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાનું શરૂ થતાની સાથે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા તા.1-9થી તા. 31-1 સુધીના સમયગાળા માટે મંજૂર કરાયેલા હંગામી મહેકમ મુજબ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા જિલ્લાના 34 જેટલા નાયબ મામલતદારોની બદલીના ઓર્ડરો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં 26ને નાયબ મામલતદારોને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે.

કલેકટર અરૂણ મહેશ બાબુએ ક્યાં અધિકારીની બદલી અને નિમણુંક ક્યાં કરી ?

જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ બજાવતા કે.એમ.હાસલીયાને વિધાનસભાની ચૂંટણી માટે કલેકટર કચેરીમાં નવી ઉભી કરાયેલ જગ્યા પર નાયબ મામલતદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ જિલ્લા મામલતદાર કચેરીના એસ.એચ.જેસડીયા તથા સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરીના એમ.પી.ઉપાધ્યાયને પણ કલેકટર કચેરી ખાતે નવી ઉભી કરાયેલ જગ્યા પર વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ફરજ સોંપવામાં આવી છે.

આવી જ રીતે રાજકોટ જમીન સંપાદન અધિકારીની કચેરીના એમ.એન.સોલંકીને પણ વિધાનસભાની ચૂંટણી માટે મધ્યાહન ભોજન યોજના કચેરી રાજકોટ ખાતે બદલી કરી મુકવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રાંત કચેરી રાજકોટ ખાતેે ફરજ બજાવતા એચ.ડી.રૈયાણી, વર્ષાબેન વેગડા, એમ.ડી.રાઠોડ, બી.એચ.કાછડીયાને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. જેમાં રૈયાણીને રાજકોટ કલેકટર કચેરી, વર્ષાબેન વેગડાને પણ રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉપરાંત એમ.ડી.રાઠોડને નાયબ કલેકટર કચેરી રાજકોટ ખાતે હંગામી બદલી કરી મુકવામાં આવેલ છે.

જયારે બી.એચ.કાછડીયાને જસદણ પ્રાંત કચેરી ખાતેથી બદલી કરી જસદણ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર કચેરી જસદણ ખાતે જ તેઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. તેની સાથોસાથ ગોંડલ મામલતદાર કચેરીના જે.એચ.ગોંડલીયાને ગોંડલની નાયબ કલેકટર કચેરીમાં મુકવામાં આવેલ છે. આ ઉપરાંત રાજકોટ મામલતદાર કચેરીના એસ.કે.ઉંધાડની જેતપુર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.

તેમજ ધોરાજીના નાયબ મામલતદાર વી.વી.સોલંકી, પડધરીના ડી.વી.મોરડીયા, રાજકોટ પ્રાંત કચેરીના આર.કે.કાલીયા, ધોરાજી મામલતદાર કચેરીના વાય.એમ.ગોહિલ, રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરીના એલ.બી.ઝાલા, રાજકોટ મામલતદાર કચેરી (મહેસુલ)ના જે.એમ.દેકાવાડીયા, રાજકોટ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર જાડેજા, કોટડા સાંગાણીના સી.જી.પારખાણીયા, લોધીકા મામલતદાર કચેરીના એસ.આર.ગીણોયા, જસદણ મામલતદાર કચેરીના જે.એલ.રાજાવાઢા, વિંછીયા મામલતદાર કચેરીના વી.બી.રઘવી, ગોંડલ મામલતદાર કચેરીના એસ.આર.મણવત, જેતપુર મામલતદાર કચેરીના વી.એમ.ખાનપરા, જામકંડોરણા મામલતદાર કચેરીના બી.એમ.કમાણી, ધોરાજી મામલતદાર કચેરીના ડી.એમ.કંડોરીયા, ઉપલેટા મામલતદાર કચેરીના વી.પી.બોરખતરીયાને પણ ચૂંટણી ફરજની કામગીરી સોંપવામાં આવી છે.

જયારે પડધરી મામલતદાર કચેરીના વી.એસ.ચુડાસમાને ધોરાજી મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં મુકવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગના મીરાબેન જાનીની જિલ્લા આયોજન કચેરી રાજકોટ ખાતે નાયબ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

આવી જ રીતે રાજકોટ અધિક કલેકટર (સિંચાઇ)ની કચેરીમાં ફરજ બજાવતા નિમિષાબેન યાજ્ઞિકની રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગમાં, જેતપુર મામલતદાર કચેરીના નિશાબેન લાખાણીની ગોંડલ શહેર મામલતદાર કચેરીમાં, ગોંડલ મામલતદાર કચેરીના વી.બી.શીલુની અધિક કલેકટર સૌરાષ્ટ્ર સિંચાઇની કચેરી રાજકોટ ખાતે, જેતપુર મામલતદાર કચેરીના રાધિકાબેન બુહાની જેતપુરની મામલતદાર કચેરીમાં (ભટ્ટની બદલીથી ખાલી પડેલ જગ્યા પર નિમણુંક), તેમજ જેતપુર મામલતદાર કચેરીના માધવી બેન ભટ્ટની ગોંડલ પ્રાંત કચેરીમાં અને જેતપુર મામલતદાર કચેરીના મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા સોનલબેન મેઘાણીની જેતપુર મામલતદાર કચેરીમાં બદલી કરવામાં આવી છે.

 

Back to top button