ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠાના 34 નાયબ મામલતદારની બદલી, જાણો કોણ ક્યાં મુકાયા


પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં અગાઉ રાજ્ય સરકારે કેટલાક નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા હતા. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલે જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ફરજ બજાવતા 34 જેટલા નાયબ મામલતદારોની સોમવારે સાંજે બદલીના આદેશ કર્યા હતા. જાહેરહિત અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર સંવર્ગના 34 નાયબ મામલતદાર માં ડીસાની વિવિધ કચેરીના ચાર નાયબના મામલતદારની પણ બદલી થવા પામી છે. જાણો કોણ ક્યાં મુકાયા….