આણંદના વિવાદિત નાયબ કલેક્ટરના પતિ સહિત 3 પોલીસ અધિકારીઓની બદલી
- કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત SRPF-14માં બદલી કરી દેવાઈ
- ST-SC સ્ટેટ મોનિટરિંગના વડાનો ચાર્જ સિનિયર IPS નિરજા ગોટરૂને
- અમદાવાદથી છેક 400 કિલોમીટર દૂર ગીર સોમનાથ જિલ્લામાં મુક્યા
ગુજરાતમાં આણંદના સસ્પેન્ડેડ GAS વ્યાસના પતિ સહિત ત્રણ Dy.SPની બદલી કરવામાં આવી છે. જુનાગઢ આપઘાતકાંડના Dy.SPને કચ્છ ભેગા કરાયા છે. તેમજ વિવાદાસ્પદ IPS અગ્રવાલની ઈચ્છા ફળી છે. જેમાં જુનાગઢથી અમદાવાદ લવાયા છે. રિયાઝ આર. સરવૈયાની સ્ટચ્યૂ ઓફ યુનિટી, કેવડીયાના Dy.SP તરીકે બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના આ શહેરોમાં આવશે વરસાદ
ST-SC સ્ટેટ મોનિટરિંગના વડાનો ચાર્જ સિનિયર IPS નિરજા ગોટરૂને
આ ત્રણ Dy.SP બંને વિવાદાસ્પદ ઓફિસરો સામે ગુનામાં મદદગારી અંગે થયેલી ફરિયાદોમાં હવે ગૃહ વિભાગ તપાસ કરે છે કે કેમ તેની સામે સૌની નજર છે. ઉપરાંત અધિક મુખ્ય સચિવ- ACS મુકેશ પુરીએ સિંગલ ઓર્ડરથી ચોકી સોરઠના પ્રિન્સિપાલ IPS મનોજ અગ્રવાલને જૂનાગઢથી અમદાવાદમાં હોમગાર્ડના નિયામક બનાવ્યા છે. રાજકોટ તોડકાંડમાં વિવાદાસ્પદ અગ્રવાલ લાંબા સમયથી અમદાવાદમાં પોસ્ટિંગ માંગી રહ્યા હતા. જ્યારે ST-SC સ્ટેટ મોનિટરિંગના વડાનો ચાર્જ સિનિયર IPS નિરજા ગોટરૂને સોંપવામાં આવ્યો છે.
અમદાવાદથી છેક 400 કિલોમીટર દૂર ગીર સોમનાથ જિલ્લાના SC- ST સેલમાં મુક્યા
આણંદ કલેક્ટર હનીટ્રેપકાંડના આરોપી તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર, સસ્પેન્ડેડ GAS કેતકી વ્યાસના નાયબ પોલીસ અધિક્ષક- Dy.SP ભાસ્કર એસ.વ્યાસને સરકારે અમદાવાદથી છેક 400 કિલોમીટર દૂર ગીર સોમનાથ જિલ્લાના SC- ST સેલમાં મુક્યા છે. ગૃહ વિભાગે મંગળવારે મોડી રાતે ત્રણ Dy.SPની બદલીના આદેશો કર્યા હતા. જેમાં સાણંદ સ્થિત વિભાગીય પોલીસ અધિકારી વ્યાસનો પણ સમાવેશ થાય છે.
કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત SRPF-14માં બદલી કરી દેવાઈ
ઉપસચિવ અમિત રાવલની સહીથી પ્રસિધ્ધ અધિસૂચનામાં અમદાવાદ પોલીસ કમિશનેરેટમાંથી રિયાઝ આર. સરવૈયાની સ્ટચ્યૂ ઓફ યુનિટી, કેવડીયાના Dy.SP તરીકે બદલી કરાઈ છે. જ્યારે બહુચર્ચિત પોલીસ ડ્રાઈવરના આપઘાતકાંડમાં જેમની સામે આક્ષેપો થયા છે તેવા પોલીસ તાલીમ કોલેજ, જુનાગઢના Dy.SP ખુશ્બુ કાપડિયાને છેક કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત SRPF-14માં બદલી કરી દેવાઈ છે.