રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે એક સાથે 15 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી કરી નાખી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ 7 અધિકારીઓને નવી નિમણૂક આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.મહેસુલ વિભાગે આ તમામ અધિકારીઓની બદલી કરી છે.
ડેપ્યુટી કલેકટર કક્ષાના 15 અધિકારીઓની બદલી
જાણકારી મુજબ રાજ્યના મહેસૂલ વિભાગે 15 ડેપ્યુટી કલેક્ટર સંવર્ગના અધિકારીઓની બદલી કરી છે. જેમાં 7 અધિકારીઓને નવી નિમણૂક આપવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ હસ્તકના પોસ્ટિંગ માટે રાહ જોઈ રહેલા 7 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યા છે. જેમાં રાજકોટ ગોધરા નવસારી પાલનપુર ગાંધીનગર છોટા ઉદેપુર વડોદરા જિલ્લામાં 7 અધિકારીઓના પોસ્ટીંગ થયા છે. આ સાથે 8 ડેપ્યુટી કલેક્ટરોની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામા આવી છે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગે મોડી રાતે આ આદેશ કર્યા હતા.
અગાઉ પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી થઈ હતી
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી હતી.જે પૈકી ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ ડી બી ડાભીની બદલી સાંતેજ પોલીસ મથકમાં કરી દેવામાં આવી છે.તેમજ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે ગાંધીનગર જિલ્લાના પાંચ પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદની લાઈફલાઈન બનશે મોંઘી , AMTS અને BRTSના ભાડામાં થશે આટલો વધારો