રાજ્યમાં આજે ફરી બિન હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે આ બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. ગઈકાલે પણ 113 પીઆઈની બદલી કરવામાં આવી હતી. આજે ફરી 13 પીઆઈ માટે નવો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને વહીવટી સરળતા ખાતર આ બદલી કરવામાં આવી છે.
બદલી થયેલા પીઆઈનું લીસ્ટ
તાત્કાલીક અસરથી હયાત પોસ્ટ છોડી બદલીના સ્થળે હાજર થવા આદેશ
મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણી પહેલા વહીવટી સરળતા ખાતર અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સાંજે બહાર પાડવામાં આવેલી પીઆઈની બદલીના ઓર્ડરમાં તાત્કાલીક અસરથી પોતાની હયાત પોસ્ટ છોડી બદલીની જગ્યાએ હાજર થવા માટેનું જણાવવામાં આવ્યું છે.