ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના કલેક્ટર સહિત રાજ્યના 109 IAS અધિકારીઓની બદલી, 10 IAS ને અપાયું પ્રમોશન

Text To Speech
  •  વિણા ડી.કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા
  • મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવામાં આવ્યા
  •  કમલ દયાણીને GADનો વધારાનો ચાર્જ સોંપાયો

ગુજરાતમાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. આજે એક સાથે 109 જેટલાં આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી જેના પર આજે બ્રેક લાગી હતી. મુકેશ પુરીની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. સંજય નંદનને સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પલોયમેન્ટમાં અમદાવાદના મહાત્મા ગાંધીના લેબર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ બનાવાયા છે. તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનમાં એમડી હતા.

 

Back to top button